મૃત્યુ સામે લાંબી જંગ લડ્યા બાદ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે આ દુનિયામાંથી વિદાય લીધી છે. તેમણે આજે બુધવારે દિલ્હીની AIMSમાં અંતિમ શ્વાસ લીધા હતા. 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 41 દિવસથી વેન્ટિલેટર પર રહી મૃત્યુ સાથેની લડાઈ લડી રહેલા રાજુ શ્રીવાસ્તવ આજે અવસાન પામ્યા છે. જ્યારથી રાજુ શ્રીવાસ્તવના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. લોકો ભીની આંખે રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બધાને હસાવનાર કોમેડિયન બધાને રડાવીને આ દુનિયામાંથી હંમેશ માટે ચાલ્યા ગયા છે.
રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારથી તેમની હાલત નાજુક હતી. તેમને પહેલા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેમને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડી હતી. તમામ પ્રયાસો પછી પણ ડોક્ટરો રાજુ શ્રીવાસ્તવને બચાવી શક્યા ન હતા.
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, “પ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવજીના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. એક કુશળ કલાકાર હોવા ઉપરાંત, તેઓ ખૂબ જ જિંદાદિલ વ્યક્તિ પણ હતા. તેઓ સામાજિક ક્ષેત્રે પણ ખૂબ સક્રિય હતા. હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.ઓમ શાંતિ!’

“>

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને દુઃખ વ્યકત કર્યુ છે, પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. ભગવાન દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવાર અને તેમના તમામ ચાહકો પ્રત્યે મારી સંવેદના.

“>

રાજુ શ્રીવાસ્તવે 80 ના દાયકાથી મનોરંજનની દુનિયામાં સંઘર્ષ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેઓ તેમની પ્રતિભા અનુસાર ઓળખ મેળવી શક્યા ન હતા. જો કે, આ સમય દરમિયાન રાજુ શ્રીવાસ્તવે બોલિવૂડ સુપરસ્ટાર અનિલ કપૂરની ફિલ્મ તેઝાબ સાથે હિન્દી સિનેમા જગતમાં પગ મૂક્યો હતો. તેમ છતાં રાજુને હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી હતી.
વર્ષો પછી વર્ષો વીતી ગયા પણ રાજુને તે ખ્યાતિ મળી રહી ન હતી જેના તેઓ હકદાર હતા. પરંતુ ત્યારપછી વર્ષ 2005 આવ્યું અને ત્યાંથી રાજુ શ્રીવાસ્તવનું ભાગ્ય બદલાઈ ગયું. આ વર્ષે પ્રખ્યાત કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં રાજુ શ્રીવાસ્તવે પોતાની કોમેડી કૌશલ્યથી દરેકના દિલ જીતી લીધા હતા અને આ શોથી રાજુ શ્રીવાસ્તવનું નામ ગજોધર ભૈયા તરીકે ફેમસ થયું હતું.

Google search engine