કોલમની સાઠી અને લેખકની શતાબ્દી: હાસ્યસાહિત્યનો અનેરો ઉત્સવ

ઉત્સવ

અલભ્ય ગ્રંથવિશ્ર્વ -પરીક્ષિત જોશી

નામ- હું શાણી અન્ો શકરાભાઈ
લેખક- મધુસ્ાૂદન પારેખ પ્રિયદર્શી
પ્રકાશક-ગ્ાૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
પ્રકાશન વર્ષ-૧૯૬૫
કુલ પાનાં- ૨૬૦
કિંમત- પાંચ રૂપિયા

– ગુજરાત રાજ્યના સ્થાપના વર્ષ ૧૯૬૦થી અવિરત હાસ્યરસ પિરસતી કોલમ ‘હું, શાણી અને શકરાભાઈ’ ગુજરાતી હાસ્યસાહિત્યની એક વિશિષ્ટ ઉપલબ્ધિ છે. છેલ્લાં ૬૨ વર્ષથી ચાલી રહેલી આ કોલમ આજપર્યંત હાસ્યરસ પિરસી રહી છે. આ કોલમ નિમિત્તે મધૂસૂદન પારેખ પ્રિયદર્શીએ લખેલાં હાસ્યલેખો-હાસ્યનિબંધિકાઓમાંથી ચયનિત-સંપાદિત લેખોના પુસ્તકો પણ થયાં છે. જેમાં હું, શાણી અને શકરાભાઈ (૧૯૬૫), સૂડી સોપારી (૧૯૬૭), રવિવારની સવાર (૧૯૭૧), હું, રાધા અને રાયજી (૧૯૭૪), આપણે બધાં (૧૯૭૫), વિનોદાયન (૧૯૮૨) અને પેથાભાઈ પુરાણ (૧૯૮૫) ઈત્યાદિ પુસ્તકો મુખ્ય છે.
મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નો દિ. ૧૪-૭-૨૦૨૨ના રોજ શતાબ્દીવર્ષમાં પ્રવેશ થઈ ગયો છે. મધુસૂદનભાઈએ વિવેચક, સંપાદક અને અનુંવાદક તરીકેનું પણ કાર્ય કર્યું છે પણ એ પ્રસિદ્ધ થયાં હાસ્યલેખક તરીકે. મધુસૂદનભાઈનું મૂળ વતન સુરત. ૧૯૪૫માં મુંબઈ યુનિ.માંથી ઈતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ., પછી ૧૯૫૨માં ગુજરાત યુનિ.માંથી ગુજરાતી-સંસ્કૃત સાથે એમ.એ., થયા. ૧૯૫૮માં ‘ગુજરાતી’ વાર્તાસાહિત્યમાં પારસી લેખકોનો ફાળો વિષયે સંશોધન કર્યું અને પીએચ.ડી.ની પદવી મેળવી. શરૂઆતમાં ૧૯૪૫-૫૫ દરમિયાન શિક્ષક અને પછી ૧૯૫૫થી ૧૯૮૩માં નિવૃત્તિ લીધી ત્યાં સુધી હ.કા. આર્ટસ્ કૉલેજમાં અધ્યાપક તરીકે સતત કાર્યરત રહૃાા. ૧૯૬૧માં ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રીની જવાબદારી સ્વીકારી તે છેક હમણાં સુધી નિભાવી. છેવટે નાદુરસ્ત તબિયતને લીધે સ્વૈચ્છિક રીતે એમણે તંત્રીપદની જવાબદારીમાંથી મુક્તિ લીધી. ૧૯૭૪થી ગુજરાત સાહિત્ય સભાના મંત્રીપદે કાર્યરત થયા. અંગ્રેજી સાહિત્યના ઉદયકાળથી મિલ્ટન સુધીના સાહિત્યના ઈતિહાસનો સરળ ગુજરાતી ભાષામાં પરિચય કરાવતું તેમનું પુસ્તક ‘અંગ્રેજી સાહિત્યનું આચમન’ (૧૯૭૯) છે, જે ઉપક્રમે થયેલી ગ્રંથમાળાને ૧૯૭૨નો કુમારચંદ્રક એનાયત થયો હતો.
હાસ્યલેખ કે હાસ્યનિબંધિકાના લેખનક્ષેત્રે તેઓ ૧૯૬૦માં પ્રવૃત્ત થયા ત્યારથી શરૂ કરીને આજે વર્ષ ૨૦૨૨માં જ્યારે તેઓ પોતાના આયુષ્યના શતાબ્દીવર્ષમાં પ્રવેશ કરે છે ત્યાં સુધી, છેલ્લાં ૬૨ વર્ષથી સતત સક્રિય છે. હાસ્યકતારો ઉપરાંત ૧૯૮૮માં મધુભાઈએ વિશ્ર્વવિદ્યાલય અનુદાન આયોગ (યુજીસી)ની સહાયથી ‘ગુજરાતીમાં હાસ્ય અને કટાક્ષ’- ગુજરાતી સાહિત્યના ઉદયકાળથી આજ સુધી વિષયે યુનિવર્સિટી કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક આપ્યું છે એ ગુજરાતી ભાષા-સાહિત્ય અને એમાંય ખાસ કરીને હાસ્યસાહિત્ય ક્ષેત્રે એમનું મૌલિક અને વિશિષ્ટ પ્રદાન છે.
હું, શાણી અન્ો શકરાભાઈ આમ તો પ્રિયદર્શીની એક કોલમનું નામ છે પરંતુ જ્યારે લેખકે પોતાનું હાસ્યરસ વિષયક પહેલું પુસ્તક કર્યું ત્યારે એનું નામ પણ એ જ આપ્યું અન્ો પરિણામે ૧૯૬૦માં શરૂ થયેલી કોલમના પાંચ વર્ષન્ો અંત્ો ૧૯૬૫માં આપણન્ો આ પુસ્તક પ્રાપ્ત થયું. જોકે તાજેતરમાં એની એક સંપાદિત આવૃત્તિ પણ થઈ છે.
૨૬૦ પાનાના ફલક પર વિસ્તરેલું આ પુસ્તકમાં લેખકની પસંદના કુલ ૨૭ લેખો સચવાયા છે. જેમાં શાણી-શકરાભાઈના પુનરાગમનથી શરૂ કરીન્ો અફલાતૂન અંગ્રેજી જેવા વૈવિધ્યસભર લેખો છે. આમુખમાં આ પુસ્તકના સંપાદક અનંતરાય રાવળ નોંધે છે કે હું, શાણી અન્ો શકરાભાઈ લેખમાળામાં જણાય છે કે હાસ્યનિષ્પાદન માટેનાં ઓજારો પ્રિયદર્શીન્ો હસ્તસિદ્ધ છે. ક્યારેક કોઈ કોઈ જુક્તિઓ જ્યોતીન્દ્ર દવે જેવા સિનિયર હાસ્યકારની પણ વાપરી લે છે. છતાં વિનોદલેખક તરીકે એમનું પોતાનું કહી શકાય એવું સ્વતંત્ર વ્યક્તિત્વ છે.
ધીરુભાઈ ઠાકર પણ નરવો વિનોદ શીર્ષકથી પોતાના લેખમાં નોંધે છે કે હસવું સહેલું છે પણ હસાવવું અઘરું છે. વિવેચનન્ો હાસ્યલેખન સાથે કદાચ ગાઢ સંબંધ હશે. આપણા મોટા ભાગના હાસ્યકારો વિવેચક વર્ગમાંથી આવે છે: બંન્ને નવલરામ, નરસિંહરાવ, રમણભાઈ નીલકંઠ, રામનારાયણ પાઠક, વિજયરાય વૈદ્ય, કાકા કાલેલકર, જ્યોતીન્દ્ર દવે ઈત્યાદિ..પત્રકારી લખાણના વિષયો પ્રાસંગિક હોય ત્ો દેખીતું છે. જાહેર રસના વિષયો વધુ લોકપ્રિય બન્ો અન્ો એનું નિરુપણ હાસ્યકારન્ો વધુ ફાવતું પણ હોય છે. અહીં પણ પહેલો લેખ અપવાદ ગણીએ તો બાકીના ૨૬માંથી ૧૪ લેખો આવા પ્રાસંગિક લેખો છે. બાકીના અડધા લેખક્ધો પોતાના અધ્યાપન વ્યવસાયમાંથી જડ્યા છે. બાકીના પ્રકીર્ણ વિષયો છે એમ જોતાં વિષયવૈવિધ્ય પણ સધાયું છે. ખરાં અર્થમાં તો આ લેખો ત્રણ પાત્રો, હું, શાણી અન્ો શકરાભાઈના વાર્તાલાપો છે. એ રીત્ો એ વાર્તાનું સ્વરૂપ ધારણ કરે છે.
મધુસ્ાૂદન પારેખ પોતાના ‘પાંચ જ મિનિટ’ શીર્ષકવાળા લેખમાં લખે છે કે સંકોચ સાથે શરૂ થયેલી આ કોલમ વખત્ો પ્રજામાનસ કેવી રીત્ો સ્વીકારશે એની ચટપટી પણ હતી. કેટલાંક્ધો શકરાભાઈમાં હું દેખાયો અન્ો શાણી મારી પત્ની લાગી. લગ્ન કર્યા છે એટલે પત્નીન્ો શાણી માન્યા વગર છૂટકો નથી. પણ હું શકરાભાઈ નથી. પ્રિયદર્શી લાગ્ો છે મૂંજી પણ લખે છે રમુજી.
સરવાળે હાસ્યસાહિત્યમાં પોતાના લેખનના ૬ દાયકા અન્ો જીવનનો શતાબ્દી પ્રવેશ ભોગવી રહેલા પ્રિયદર્શી નિરામય આયુષ્ય ભોગવે અન્ો સ્વસ્થ્ય હાસ્યસાહિત્ય પિરસતા રહે એવી અભ્યર્થના સાથે વંદન.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.