Homeટોપ ન્યૂઝઆ રાજ્યમાં 24 કલાકમાં 25 જણના મોતનું કારણ બની આ બીમારી

આ રાજ્યમાં 24 કલાકમાં 25 જણના મોતનું કારણ બની આ બીમારી

આખા દેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. એવામાં ઉત્તર પ્રદેશથી એવા સમાચાર આવી રહ્યા છે કે જે આપણને વિચારવા માટે મજબૂર કરી દીધા છે. યુપીમાં 24 કલાકમાં 25 જણના હાર્ટ એટેક કે પછી બ્રેઈન એટેકથી મૃત્યુ થયા છે. યુપીમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. કાનપુરમાં એક જ દિવસમાં 723 દર્દીઓને ભરતી કરવામાં આવ્યા હતા, જેમાંથી 40 દર્દીઓની સ્થિતિ તો ખૂબ જ ગંભીર હતી,. 39 દર્દીઓના ઓપરેશન કરવા પડ્યા હતા, જ્યારે સાત દર્દીઓનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું. આટલું ઓછું હોય તેમ શહેરમાં એક જ દિવસમાં 25 લોકોના બ્રેન અને હાર્ટએટેકથી મૃત્યુ થયા હતા શિયાળામાં દર વર્ષે હાર્ટએટેક આવવાના પ્રમાણમાં વધારો જોવા મળે છે એના કારણ વિશે વાત કરતાં મુંબઈના એક ફેમસ ડોક્ટરે જણાવ્યું હતું કે શિયાળામાં અચાનક જ બ્લડપ્રેશર વધી જતાં લોહીમાં ક્લોટ થાય છે, જેને કારણે મગજ અને હૃદય પર અસર પડે છે અને હાર્ટ એટેક કે બ્રેન એટેક આવે છે. આના બચવા માટે આપણે શિયાળામાં પોતાની જાતને વધુ એક્ટિવ રાખવી જોઈએ. માન્યુ કે શિયાળામાં ઠંડા વાતાવરણમાં આપણે થોડા આળસુ બનીને વધુ એક્ટિવિટી કરવાનું ટાળીએ છીએ, પણ આ ખોટું છે. રોજે 30-40 મિનીટ વોક કરવાથી હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે. મદ્યપાન ખરાબ આદત છે, પણ ખાસ કરીને શિયાળામાં બહાર જતાં પહેલાં મદ્યપાન કરવાનું ટાળવું જોઈએ.

રાતના સમયે જ કેમ આવે છે હાર્ટએટેક
આ સવાલનો જવાબ સ્પેનમાં થયેલાં એક અધ્યયન પરથી જાણવા મળે છે. અધ્યયન અનુસાર રાતના ત્રણથી ચાર વાગ્યા વચ્ચે આવનારા હાર્ટએટેકનું કારણ એવું હોઈ શકે કે આ સમયગાળા દરમિયાન શરીરમાં પીએઆઈ-1ના કોષો વધુ સક્રિય થઈ જાય છે. લોહીમાં જેટલા વધુ પીએઆઈ-1ના કોષો એટલું જ હાર્ટએટેક આવવાનું જોખમ વધુ હોય છે. હૃદય આખા શરીરને લોહી પહોંચાડવાની સાથે સાથે જ આ કોષો સામે લડવાનું કામ પણ કરે છે. આને કારણે હાર્ટ પર વધારાનું દબાણ આવે છે. જેથી રાતના સમયે હાર્ટ એટેક આવવાના કેસમાં છેલ્લાં કેટલાક સમયથી વધારો જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular