Homeઆમચી મુંબઈરાજ્યમાં ઠંડીનું આગમન, તાપમાનનો પારો ઘસર્યો

રાજ્યમાં ઠંડીનું આગમન, તાપમાનનો પારો ઘસર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં વહેલી સવારના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જોકે દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટ જણાય છે. જોકે રાજ્યના અનેક જિલ્લામાં શિયાળાનું આગમન થયું ગયું છે. શનિવારે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નાશિકમાં ૧૦.૪ ડિગ્રી જેટલું નોંધાયું હતું.

મુંબઈગરાને કડકડટી ઠંડીનો અનુભવ કદાચિત ડિસેમ્બરમાં જ માણવા મળશે. જોકે રાજ્યના અનેક જિલ્લામાં શિયાળાની ઠંડી પડી રહી છે. છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો નીચો ગયો છે. મોટા ભાગના જિલ્લામાં લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીની નીચે ગયો છે. ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. આગામી ત્રણેક દિવસ રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે એવું માનવામાં આવે છે.

રાજ્યના પુણે, સાતારા, કોલ્હાપુર, નાશિક, અહમદનગર, ધુળે સહિતના જિલ્લામાં બે દિવસથી તાપમાનનો પારો નીચે ગયો છે, જેમાં રાજ્યમાં સૌથી નીચું તાપમાન નાશિકમાં ૧૦.૪ ડિગ્રી નોંધાયું હતું. તો અમરાવતીમાં લઘુતમ તાપમાન ૧૦.૮ ડિગ્રી નોંધાયું હતું. ઔરંગાબાદમાં ૧૧.૧ ડિગ્રી, યવતમાળમાં ૧૧.૫ ડિગ્રી, નાગપુરમાં ૧૧.૬ ડિગ્રી, ગોંડિયા અને જેરુરમાં ૧૨.૦ ડિગ્રી, હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૧૨.૫ ડિગ્રી, ગઢચિરોલી અને જળગાંવમાં ૧૩.૦, અકોલા, સાતારામાં ૧૩.૨ ડિગ્રી, બુલઢાણામાં ૧૩.૩ ડિગ્રી, વર્ધામાં ૧૩.૪ ડિગ્રી તો અહમદનગરમાં ૧૩.૮ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું, જ્યારે મુંબઈમાં કોલાબામાં ૨૩.૦ અને સાંતાક્રુઝમાં ૨૦.૭ ડિગ્રી નોંધાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular