Homeટોપ ન્યૂઝઉત્તરપ્રદેશના ચંદૌસીમાં કોલ્ડ સ્ટોરેજની ચેમ્બરની છત તૂટી પડી, 8ના મોતની પુષ્ટિ

ઉત્તરપ્રદેશના ચંદૌસીમાં કોલ્ડ સ્ટોરેજની ચેમ્બરની છત તૂટી પડી, 8ના મોતની પુષ્ટિ

ઉત્તર પ્રદેશના ચંદૌસીમાં કોલ્ડ સ્ટોરેજ ચેમ્બરની છત ધરાશાયી થતાં 8 લોકોના મોત થયા છે. સાથે જ 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કોલ્ડ સ્ટોરેજના માલિક અને અન્ય 2 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પૂછપરછ માટે 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. મુખ્ય આરોપીઓ ફરાર છે, જેમની શોધ ચાલી રહી છે. કાટમાળ હટાવ્યા બાદ જ આ ઈમારત ધરાશાયી થવાનું સાચું કારણ જાણી શકાશે.
જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે અત્યાર સુધીમાં 11 લોકોને કાટમાળમાંથી સલામત રીતે બહાર કઢાયા છે. NDRF ની ટીમ સ્નિફર ડોગ્સની મદદથી ફસાયેલા લોકોને શોધી રહી છે.

“>

ચંદૌસી વિસ્તારના ઇસ્લામ નગર રોડ પર સ્થિત કોલ્ડ સ્ટોરેજ ચેમ્બરની છત તૂટી પડી હતી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના કાર્યાલયે ટ્વીટ કરીને આ ઘટના અંગે કહ્યું હતું કે, “ચંદૌસી જિલ્લા સંભલના કોલ્ડ સ્ટોરમાં થયેલી દુર્ઘટનાને લઈને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, SDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular