Homeઆપણું ગુજરાતકચ્છમાં શીતલહેર યથાવત્: નલિયામાં ૭ ડિગ્રી

કચ્છમાં શીતલહેર યથાવત્: નલિયામાં ૭ ડિગ્રી

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: પોષ મહિનો અડધો પૂર્ણ થઇ ગયો છે ત્યારે સમગ્ર રાજ્યની સાથે સરહદી જિલ્લા કચ્છ પર ટાઢોળાએ પોતાનો પ્રહાર ચાલુ રાખતાં જનજીવનને ઠંડીમાં ઠૂંઠવાતાં રહેવાનો વારો આવ્યો છે. હજુ ત્રણેક દિવસ પહેલાં જ ઠંડીમાં મળેલી રાહત ક્ષણભંગુર નીકળી હતી.
અને ઉતર ભારતમાં નવા અંગ્રેજી વર્ષના પ્રારંભ સાથે ભારે બરફવર્ષા શરૂ થઈ જતાં જમ્મુ કાશ્મીરના ડોડા, પૂંછ, પહલગામ, ગુલમર્ગ અને બનિહાલ સહિતના વિસ્તારોમાં છવાઈ ગયેલી બરફની ચાદર પરથી આવી ચડેલા ઠંડા પવનોને કારણે ઠંડીએ કચ્છમાં પડાવ નાખ્યો છે. કચ્છના નલિયાએ ૭ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યના સૌથી ઠંડા મથક બનવાનો વર્ષો જૂનો રેકોર્ડ જાળવી રાખતાં અહીં હરિયાણાના કરનાલ,રોહતક અને હિસ્સાર તેમજ રાજસ્થાનના ચુરુ અને સીકર જેવી ઠંડી અનુભવાઈ રહી છે.
તેવી જ રીતે રાજનગર ભુજમાં પણ આજે લઘુતમ તાપમાનનો આંક ૧૧ ડિગ્રી સે.જેટલું રહેવા પામ્યો છે. અધૂરામાં પૂરું મહત્તમ તાપમાન ભરબપોરે પણ ૨૩થી ૨૫ ડિગ્રી વચ્ચે રહેતાં લોકોને દિવસભર ગરમવસ્ત્રોમાં લપેટાઈ રહેવાનો વારો આવ્યો છે.
કંડલા, ગાંધીધામ, અંજાર, માંડવી, રણકાંધીના ખાવડા, લખપત સહિતના અન્ય મથકોમાં પણ લઘુતમ તાપમાનનો આંક ૯થી ૧૨ ડિગ્રી સે.વચ્ચે રહેતાં તાપણાં પ્રગટાવી ટાઢ સામે ગરમાવો મેળવતાં લોકો તાપણું પડતું મૂકી ઘરમાં ગોદડા-ધાબળામાં લપેટાઈ રહેવું પડી રહ્યું છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular