એવી સામાન્ય ધારણા છે કે કોલ્ડ ડ્રિંક્સથી વજન વધે છે. હકીકતમાં વધુ કોલ્ડ ડ્રિંક પીવાથી ફક્ત વજન જ નથી વધતુ પણ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ થઈ શકે છે. આ કોલ્ડ ડ્રિંક્સ કે સોફ્ટ ડ્રિંક્સમાં એડેડ શુગર હોય છે જે આરોગ્ય માટે અનેક રીતે હાનિકારક હોય છે. સાથે જ તે મેદસ્વિતા જ નહી આ ડ્રિંક્સ અનેક ગંભીર બીમારીઓનુ પણ કારણ બને છે. આવો જાણીએ આ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી કેવી રીતે શરીર પ્રભાવિત થાય છે.
થઈ શકે છે ડાયાબિટીસ – આ ડ્રિંક્સ પીવાથી ડાયાબિટીસનો ખતરો વધી શકે છે. તેમા એડેડ શુગર વધુ માત્રામાં જોવા મળે છે, જે ટાઈપ 2 ડાયાબિટીસનુ કારણ બને છે.
દિલની બીમારીનુ સંકટ – સુગરથી ભરપૂર કોલ્ડ ડ્રિંક્સ દિલના આરોગ્ય માટે ખરાબ સાબિત થાય છે. અનેક સ્ટડીઝમાં પણ આ વાત સામે આવી છે કે શુગરનુ અત્યાધિક સેવન દિલની બીમારીઓ સાથે જોડાયેલ છે.
વજનમાં થાય છે વધારો – તેમાં કોઈ શક નથી કે વધુ પડતુ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી વજન વધે છે. સોડાવાળી ડ્રિંકના એક કંટ્રેનરમાં ઓછામાં ઓછા 8 ચમચી ખાંડની માત્રા હોય છે. બીજી બાજુ આ ડ્રિંક્સ તમારી ક્ર્રેવિગ્સને દૂર કરે છે પણ પેટ નથી ભરતી અને તેને પીધા પછી તમને વધુ ભૂખ લાગે છે. આ બધુ જાડાપણાને આમંત્રણ આપવા જેવુ છે.
દાંતોને થાય છે નુકશાન – કોલ્ડ ડ્રિંક્સનુ અત્યાધિક સેવન દાંતોના બહારી પરત જેને ઈનેમલ કહે છે, તેને નુકશાન પહોંચાડે છે. ખાસ કરીને જરૂર કરતા વધુ કોલ્ડ ડ્રિંક્સ પીવા પર દાંતમાં કૈવિટી(Cavity)ની મુશ્કેલી થવા લાગે છે જે દાંત તૂટવાનુ પણ કારણ બને છે.
મગજ પર પણ થઈ શકે છે અસર – કોલ્ડ ડ્રિંક્સ એક રીતે એડિક્ટિવ ડ્રિંક છે. આ મગજના આરોગ્ય માટે ખરાબ સાબિત થાય છે. બાળકોને આ કોલ્ડ ડ્રિંક્સનુ સીમિત સેવન જ કરાવવુ જોઈએ, કારણ કે કેટલાક અભ્યાસ મુજબ આ ડ્રિંક તમારી યાદશક્તિને ધીમી કરી દે છે.