મુંબઈમાં ઠંડી મહાબળેશ્વરની પ્રદૂષણનું દિલ્હીનું

80

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા હાલ ફૂલગુલાબી ઠંડીને માણી રહ્યા છે. હિલ સ્ટેશન જેવી ઠંડી હવાની સાથે જોકે શ્વાસમાં ઝેર ભરી રહ્યા છે. બુધવારે મુંબઈની હવામાં પ્રદૂષણનું સ્તર દિલ્હી કરતા પણ વધુ રહ્યું હતું. મુંબઈનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ 300 જેટલો ઊંચો રહ્યો હતો.
મુંબઈમાં બે-ત્રણ દિવસથી ભારે ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો 14.8 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો. હિલ સ્ટેશન માથેરાન અને મહાબળેશ્વર જેવી ઠંડી હાલ મુંબઈમાં પડી રહી છે. બુધવારે પણ તાપમાનનો પારો 15.6 ડિગ્રી જેટલો રહ્યો હતો. બુધવારે મુંબઈમાં સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન 15.6 ડિગ્રી અને કોલાબામાં 17.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સાંતાક્રુઝમાં મહત્ત તાપમાન 26 અને કોલાબામાં 25.2 ડિગ્રી નોંધાયું હતું.
ઠંડી વધવાની સાથે વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર પણ વધી ગયું છે. દેશમાં સૌથી વધુ પ્રદૂષણ લગભગ દિલ્હીમાં નોંધાતું હોય છે. બુધવારે દિલ્હીમાં સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ 115 નોંધાયો હતો. તેની સામે મુંબઈમાં 300 જેટલો ઊંચો એક્યુઆઈ રહ્યો હતો. વધતા પ્રદૂષણને કારણે મુંબઈગરાની હાલત ખરાબ થઈ ગઈ છે. શરદી, કફ, ઉધરસ અને આંખ બળવા સહિત અનેક લોકોને શ્વાસોશ્વાસની તકલીફ થઈ રહી છે.
મુંબઈમાં સૌથી વધુ પ્રદૂષણ બીકેસીમાં નોંધાયું હતું. કોલાબામાં 280, મઝગાંવમાં 290, બીકેસીમાં 342, ચેંબુરમાં 323, અંધેરીમાં 269, ભાંડુપમાં 242, મલાડમાં 211 અને બોરીવલીમાં 215 નોંધાયું હતું. તો નવી મુંબઈનો સરેરાશ એક્યુઆઈ 321 રહ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!