Homeઆમચી મુંબઈઍરપોર્ટ પર ૨૦ કરોડ રૂપિયાનું કોકેન જપ્ત: બે વિદેશી મહિલાની ધરપકડ

ઍરપોર્ટ પર ૨૦ કરોડ રૂપિયાનું કોકેન જપ્ત: બે વિદેશી મહિલાની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈન્ટરનૅશનલ ડ્રગ્સ ડિન્ડિકેટની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારીઓએ મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી અંદાજે ૨૦ કરોડ રૂપિયાની કિંમતનું કોકેઈન જપ્ત કરી બે વિદેશી મહિલાની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સ થર્ટીફર્સ્ટની પાર્ટી માટે વિદેશથી મગાવવામાં આવ્યું હોવાની શક્યતાને પગલે એનસીબી એ દિશામાં પણ તપાસ કરી રહી છે.
એનસીબીએ ધરપકડ કરેલી મહિલાઓની ઓળખ મરિન્ડા એસ. વાઝ અને એચ. મુસા તરીકે થઈ હતી. ઈન્ટરનૅશનલ ડ્રગ્સ સિન્ડિકેટ દ્વારા એક ક્ધસાઈન્મેન્ટ ટૂંક સમયમાં મુંબઈ મોકલાવાઈ રહ્યું હોવાની માહિતી એનસીબીને મળી હતી. માહિતીને આધારે એનસીબીના અધિકારીઓએ તપાસ કરતાં આ ક્ધસાઈન્મેન્ટ મુંબઈ લાવનારી મહિલાને મરિન્ડા વાઝ તરીકે ઓળખી કાઢી હતી.
મરિન્ડા રવિવારે અદિસ અબાબાથી ફ્લાઈટમાં મુંબઈ આવવાની હોવાની જાણકારી મળતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. મુંબઈ પહોંચેલી મહિલાને તાબામાં લઈ તેના સામાનની તપાસણી કરવામાં આવી હતી. બે જોડી શૂઝ અને બે પર્સમાં સંતાડેલાં કોકેનનાં આઠ પૅકેટ્સ મળી આવ્યાં હતાં. આ કોકેન સારી ગુણવત્તાવાળું હોવાનું કહેવાય છે. જપ્ત કરાયેલા કોકેનની કિંમત અંદાજે ૨૦ કરોડ રૂપિયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
તાબામાં લેવાયેલી મહિલાએ આ ક્ધસાઈન્મેન્ટ અંધેરી સ્થિત હોટેલ નજીક એક વ્યક્તિને આપવાનું હોવાનું કહ્યું હતું. માહિતીને આધારે પોલીસે સંબંધિત હોટેલ આસપાસ નજર રાખી હતી. હોટેલ નજીક આવેલી નાઈજીરિયન મહિલા કોઈની રાહ જોતી હોવાનું જણાયું હતું. ખાસ્સો સમય ઊભા રહ્યા પછી મહિલા ત્યાંથી રવાના થઈ રહી હતી ત્યારે તેને તાબામાં લેવાઈ હતી.
નાઈજીરિયન મહિલા એચ. મુસા આ કોકેન મુંબઈમાં વિવિધ સ્થળે ડ્રગ પેડલરને પહોંચાડવાની હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ સિન્ડિકેટ તહેવારોની મોસમમાં પાર્ટીઓમાં ડ્રગ્સ પહોંચાડવાનું કામ કરે છે. મુંબઈમાં પણ થર્ટીફર્સ્ટની પાર્ટી માટે ડ્રગ્સ સપ્લાય કરાયું હોવાની શક્યતાને પગલે એનસીબી તપાસ કરી રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular