કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન: પોરબંદરના દરિયામાં ડૂબી રહેલા જહાજમાંથી 22 લોકોને બચાવાયા

આપણું ગુજરાત

બુધવારે પોરબંદર નજીક દરિયામાં ડૂબી રહેલા એક વેપારી જહાજના 22 ક્રૂ મેમ્બર્સને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે (ICG) દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બચાવ્યા હતા. બચાવકાર્ય માટે પ્રતિકૂળ હવામાન હોવા છતાં ICGની ઝડપી કાર્યવાહીથી 22 ક્રૂ સભ્યોના જીવ બચી ગયા હતા, જેમાં એક પાકિસ્તાની અને એક શ્રીલંકન નાગરિકનો પણ સમાવેશ થાય છે.
બુધવારે સવારના 8.20 વાગ્યાની આસપાસ ICG ને સંદેશો મળ્યો હતો કે દરિયા વચ્ચે વેપારી જહાજ ગ્લોબલ કિંગ-1માં પાણી ભરાઈ જતા ડૂબવાની શક્યતા છે. પાણી ભરાયેલ જહાજ 6 હજાર ટન બીટ્યુમીન વહન કરીને જઈ રહ્યુ હતુ. આ જહાજ પોરબંદરના દરિયાકાંઠે 185 કિમી દૂર હતું. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ હોવા છતાં ડૂબી રહેલા જહાજની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને આસપાસના જહાજોને માહિતી રિલે કરવા માટે ICG એર સ્ટેશન પોરબંદરથી ડોર્નિયર એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું હતું.
ત્યાર બાદ બે એએલએચ ઘ્રુવ ચોપર્સની મદદથી બચાવ કામગીરી શરુ કરવામા આવી હતી. કોસ્ટગાર્ડ દ્રારા રેસ્ક્યુ કરવામા આવેલ ક્રુ મેમ્બરોમા 20-ભારતીય,1-પાકિસ્તાન અને 1-શ્રીલંકાના ક્રુ મેમ્બરોનો સમાવેશ થાય છે.

“>

ICGનું ઓફશોર પેટ્રોલ વેસલ જે પહેલાથી જ દરિયામાં હતું, તેને પણ તરત જ આ ડૂબતા જહાજ પાસે પહોંચવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ICGએ ભારે પવન અને ઉછળતા દરિયામાં વચ્ચે ભુબ બહાદુરી પૂર્વક આ ઓપરેશન પાર પડ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.