Ahmedabad: સંસદમાં મોંઘવારી મુદ્દેની ચર્ચામાં હોબાળો મચ્યો છે ત્યારે જનતા પર મોંઘવારીનો વધુને વધુ બોજો પડતો જાય છે. અદાણીએ ગુજરાતમાં ફરી એક વખત CNG ના ભાવમાં વધારો કર્યો છે. એક કિલો CNG ગેસના ભાવમાં અદાણીએ 1.99 રૂપિયાનો વધારો કર્યો છે. CNG નો જૂનો ભાવ 83.90 રૂપિયા હતો જે હવે વધીને આજથી 85.89 રૂપિયા થશે. આજથી આ નવો ભાવ અમલી થશે.
CNG નો જૂનો ભાવ 83.90 રૂપિયા
CNG નો નવો ભાવ 85.89 રૂપિયા
પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, રસોઈ ગેસના ભાવમાં પણ કમરતોડ વધારો થયો છે. ઉપરથી સરકારે અનાજ, કરીયાણા, છાસ દહીં, સ્ટેશનરી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પર GST લાગુ કરી ગરીબ અને માધ્યમ વર્ગના પરિવારનું બજેટ ખોરવી નાખ્યું છે. ત્યારે હવે CNGના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે જેની સૌથી વધુ અસર ઓટો રિક્ષા ચાલકને થશે.
