એક મોટી રાહતમાં મહાનગર ગેસે કિચન ફ્યુઅલ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) અને ઓટોમોબાઈલ ફ્યુઅલ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સરકાર તરફથી સ્થાનિક રીતે ઉત્પાદિત કુદરતી ગેસની ફાળવણીમાં વધારાને પગલે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટરે CNG, PNGના ભાવમાં ઘટાડો કર્યો હતો. PNGની કિંમત સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ રૂ. 4 ઘટીને રૂ. 48.50 પ્રતિ SCM, જ્યારે CNGની કિંમત 6 રૂ. પ્રતિ કિલોગ્રામ ઘટીને રૂ. 80 પ્રતિ કિલો થઈ ગઈ છે.
રાજ્ય સંચાલિત મહાનગર ગેસ કંપનીએ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં સીએનજી અને પીએનજીના ભાવમાં સમાન રકમનો વધારો કર્યો હતો, જે આ વર્ષે એપ્રિલ પછીનો છઠ્ઠો વધારો હતો.

Google search engine