ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપવાના જ હતા, પણ…

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એક મોટી ખબર સામે આવી છે. કેટલાક મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે શિવસેનામાં થયેલી બળવાખોરી બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે રાજીનામુ આપવાનું મન બનાવી ચૂકાવી હતા, પરંતુ તેમને રોકવામાં આવ્યા હતા.

પાર્ટીમાં બળવાખોરી બાદ ઉદ્ધવ ઠાકરેએ આ મામલાને ઉકેલવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, પણ સફળ ન થઇ શકતા તેમણે મુખ્યપ્રધાન પદ છોડવાનું મન બનાવી લીધુ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરે રાજીનામુ આપવાના હતા પણ છેલ્લી ઘડીએ NCPના વડા શરદ પવારે તેમને આમ કરવાથી રોકી લીધા હતા.

ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેની બળવાખોરી બાદ 21મી જૂનની રાત્રે દેવેન્દ્ર ફડણવીસનો સંપર્ક કર્યો હતો અને સુલેહ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઉદ્ધવ ઠાકરેને ખાસ સફળતા મળી નહીં. એ પછી સાંજે ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઇવ બાદ રાજીનામુ આપવાના હતા, પણ શરદ પવારે તેમને રોકી લીધા હતા. બીજા દિવસે પણ મંત્રાલયમાં સચિવોને સંબોધિત કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે રાજીનામુ આપવાના જ હતા, પરંતુ ફરી એકવાર શરદ પવારે તેમને રોકી લીધા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.