Sanjay Rautના ઘરે ઈડીની રેઈડઃ મુખ્ય પ્રધાન શિંદેએ આપી પ્રતિક્રિયા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હાલમાં ઔરંગાબાદના પ્રવાસે છે. દરમિયાન મીડિયાકર્મીઓએ શિવસેના નેતા સંજય રાઉતના ઘરે ચાલી રહેલી ઈડીની રેઈડ વિશે સવાલ પૂછ્યો ત્યારે સીએમ શિંદેએ જણાવ્યું હતું કે, તપાસ ચાલી રહી છે. ધરપકડ થશે કે નહીં એ મને ખબર નથી. હું તે એજન્સીનો અધિકારી નથી. તપાસ પૂરી થવા દો. રાઉત કહે છે કે તેમણે કંઈ નથી કર્યું. જો કંઈ કર્યું નથી ડર કઈ વાતનો. જે થાય તે થવા દો. મહાવિકાસ આઘાડી સરકારના એ મોટા કદના નેતા હતાં.

ઈડીની થઈ રહેલી કાર્યવાહી દરમિયાન સંજય રાઉતે ટ્વીટ કર્યું હતું કે ઈડીથી ડરીને હું શિવસેનાનો સાથ નહીં છોડું. આ અંગે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે શિંદેએ જણાવ્યું હતું કે, હું આજે જાહેરમાં એક વાત કહેવા માગું છું કે ઈડીની કાર્યવાહીથી ડરીને અમારી પાસે આવતા નગીં. ભાજપમાં પણ નહીં અને શિવસેનામાં પણ નહીં. અર્જુન ખોટકર હોય કે બીજું કોઈ કોઈ, ઈડીની કાર્યવાહીથી ડરીને દબાણમાં પૂણ્યનું કામ કરવું જોઈએ નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.