રાજયમાં કોરોનાનો ઉપદ્રવ ઘટી રહ્યો છે ત્યાં H3N2 વાઈરસનું જોખમ વધી રહ્યું છે અને આ જ નવા વાઈરસને કારણે રાજયમાં બે જણના મૃત્યુ પણ થઈ ચુક્યા છે. આ બધાને ધ્યાનમાં લઈને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે આરોગ્ય વિભાગની બેઠક બોલાવી છે અને આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવે, તેમ જ રાજ્યમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવે એવી જાહેરાત કરાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. હાલમાં રાજ્ય જ નહીં પણ દેશભરમાં H3N2નું જોર વધતું જોવા મળી રહ્યું છે. મુંબઈ, પુણે સહિત રાજયના અનેક મોટા શહેરોમાં આ વાઈરસના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાના પહેલાં પખવાડિયામાં મુંબઈમાં આના 53 દર્દી જોવા મળ્યા હતા અને બે દર્દીના તો મૃત્યુ પણ રાજયમાં થયા હતા.
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અને આરોગ્ય વિભાગની આપાતકાલીન બેઠક બોલાવી છે. આ બેઠકમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવા બાબતે પણ નિર્ણય લેવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આરોગ્ય ખાતાના પ્રધાન તનાજી સાવંતે નાગરિકોને સાવધાન રહેવાની અને કાળજી રાખવાની અપીલ કરી છે. અમે લોકો રાજ્યની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છીએ. આરોગ્ય યંત્રણા પણ સજ્જ છે, ત્યાં સુધી નાગરિકોએ તકેદારી રાખે.
બીમારીને હળવાશથી લેવાને બદલે તેની ગંભીરતા સમજીને ઉપાય કરો અને માસ્ક પહેરવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
CM શિંદેએ બોલાવી આરોગ્ય વિભાગની બેઠક, આજે લેવાઈ શકે છે મહત્વના નિર્ણય
RELATED ARTICLES