આનંદો! ગણેશોત્સવની ભેટ, કોંકણ જનારા કારચાલકોને ટોલ માફી: સરકારની જાહેરાત

અવર્ગીકૃત આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ૩૧મી ઑગસ્ટથી ૧૧મી સપ્ટેમ્બર સુધી ચાલનારા ગણેશોત્સવ તહેવારને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર રાજ્ય સરકારે શુક્રવારે કોંકણ જનારા તમામ વાહનચાલકોને ટોલમાંથી માફી આપવાની મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી.

મુંબઈ-બેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, મુંબઈ-ગોવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એના સિવાયના જાહેર બાંધકામ વિભાગ દ્વારા બાંધવામાં આવેલા ટોલનાકા પરથી વાહનચાલકોને અગિયારમી સપ્ટેમ્બર સુધી ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે, એમ સત્તાવાર જણાવ્યું હતું.

ગણેશોત્સવ દરમિયાન કોંકણ જનારા ગણેશભક્તોને ટોલમાફી સહિત અન્ય સુવિધાઓ પૂરી પાડવાની અગાઉ મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી, તેના અનુસાર શુક્રવારે રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને આખા રાજ્યમાંથી અલગ અલગ વિસ્તારમાંથી લોકો કોંકણમાં જનારા લોકોને ટોલમાં માફી આપી હોવાને કારણે લોકોને રાહત થશે, એમ મુખ્ય પ્રધાનની કચેરી (સીએમઓ) વતી જણાવ્યું હતું.

આ મુદ્દે જે કોઈ રાહત ઈચ્છતા હશે તેમને રિજનલ ટ્રાન્સપોર્ટ ઑથોરિટી (આરટીએ)માં નોંધ કરાવવાની રહેશે. ૨૭મી ઑગસ્ટથી અગિયારમી સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં મુંબઈ-બેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (રામ-૪૮), મુંબઈ-ગોવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત અન્ય જાહેર બાંધકામના ટોલનાકા પર ભક્તોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ટોલમુક્તિ માટે જે કોઈ વાહનચાલકોએ ‘ગણેશોત્સવ-૨૦૨૨’ અને ‘કોંકણ દર્શન’ જેવા સ્ટિકરના રૂપના પાસ ‘રોડ ટોલ મુક્તિ’ના લેવાના રહેશે, જેમાં મહત્ત્વની વિગત જેમ કે વ્હિકલ નંબર, ડ્રાઈવરનું નામ લખવાનું રહેશે અને તે સ્ટિકર પરિવહન વિભાગ, ટ્રાફિક પોલીસ, સંબંધિત આરટીઓ વગેરેનું સંકલન કરીને ટ્રાફિક પોલીસ, પોલીસ સ્ટેશન, ટ્રાફિક પોલીસચોકી અને આરટીઓના કાર્યાલયમાંથી આપવાની રહેશે, જ્યારે આ જ પાસનો ઉપયોગ રિટર્ન માટે કરી શકાશે. આમ છતાં ફાસ્ટેગનો ઉપયોગ કરનારા વાહનચાલકોને કઈ રીતે ટોલમુક્તિનો લાભ લઈ શકશે, એવું ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના નિષ્ણાતોએ સવાલ કર્યો હતો

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.