Good News! Ganesh Chaturthi 2022: શિંદે સરકારે લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય, હવે ધામધૂમથી ઉજવી શકાશે ગણેશોત્સવ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રની શિંદે સરકારે ગણેશોત્સવ પર લાદવામાં આવતા પ્રતિબંધોને હળવા કર્યા છે. મળતી માહિતી અનુસાર આ વર્ષે મંડપમાં ચાર દિવસની જગ્યાએ પાંચ દિવસ સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી રાજ્ય સરકારે આપી છે. નોંધનીય છે કે ગણેશોત્સવ વખતે ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય તે માટે ફક્ત ચાર દિવસ સુધી લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી આપવામાં આવે છે.
આ ઉપરાંત સીએમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે આ વર્ષે બધા તહેવારો ધામધૂમથી ઉજવામાં આવશે તેથી સંબંધિત અધિકારીઓ અને પોલીસ વિભાગને પ્રતિબંધો હળવા કરવાનો આદેશ આપ્યો છે. આ વર્ષે મંડળોને રાત્રે બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે. એટલું જ નહીં પુણેના જિલ્લા કલેક્ટરને MSEDCL ના અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક કરીને મંડળને સ્થાયી વીજળીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા અંગેનો આદેશ આપ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.