મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડના ચૂંટણી પરિણામો ગુરુવારે જાહેર કરવામાં આવ્યા હતા અને ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસનું પ્રદર્શન ફ્લોપ રહ્યું છે. કોંગ્રેસને ત્રણમાંથી એક પણ રાજ્યમાં બહુમત મળ્યું નહોતું. બીજી તરફ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી, હિમાચલની ચૂંટણીમાં હાર્યા બાદ ભાજપે નોર્થ ઈસ્ટમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. ટૂંક સમયમાં ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીઓ શપથ લેશે અને આવી સ્થિતિમાં, ઘણા લોકોને એક સવાલ તો ચોક્કસ થાય કે આખરે કોઈ વ્યક્તિ રાજ્યના મુખ્ય પ્રધાન પદની જવાબદારી સંભાળે તો તેને મહિનાનું કેટલું મહેનતાણું ચૂકવવામાં આવે, બરાબર ને? તો ચાલો આજે તમારા આ સવાલનો જવાબ મેળવાનો પ્રયાસ કરીએ અને જાણીએ કે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના મુખ્ય પ્રધાનને કેટલો પગાર મળશે?
અહીં તમારી જાણ માટે કે દરેક રાજ્યના મુખ્ય પ્રધાનને અલગ-અલગ પગાર ચૂકવવામાં આવે છે.
ભારતના તમામ રાજ્યોમાં મુખ્ય પ્રધાન લોકશાહી ઢબે ચૂંટાય છે. આ માટે વિધાનસભાની ચૂંટણી યોજાય છે. પરંતુ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓનો પગાર અલગ-અલગ આપવામાં આવે છે. અમુક રાજ્યના મુખ્ય પ્રધાનને થોડો વધુ પગાર આપવામાં આવે છે જ્યારે અન્ય રાજ્યના મુખ્ય પ્રધાનને થોડો ઓછો પગાર આપવામાં આવે છે. સૌથી વધુ પગાર ભારતના તેલંગણા રાજયના મુખ્ય પ્રધાનને ચૂકવવામાં આવે છે, જ્યારે ત્રિપુરાના મુખ્ય પ્રધાનને સૌથી ઓછો પગાર આપવામાં આવે છે. તેલંગાણાના મુખ્ય પ્રધાનને દર મહિને 4 લાખ 10 રૂપિયાનો પગાર આપવામાં આવે છે. જ્યારે દિલ્હીના મુખ્ય પ્રધાનને દર મહિને 3 લાખ 90 હજાર રૂપિયા આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને 3 લાખ 65 હજાર મળે છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને પણ રૂપિયા 3 લાખ 65 હજારનો પગાર ચૂકવવામાં આવે છે. જેની સામે ત્રિપુરાના મુખ્ય પ્રધાનને સૌથી ઓછો પગાર ચૂકવવામાં આવે છે, અહીંયાના સીએમને 1 લાખ 5 હજાર 500 રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે.
નાગાલેન્ડ અને મેઘાલયના સીએમની વાત કરીયે તો
નાગાલેન્ડના સીએમને 1 લાખ 10 હજાર રૂપિયા માસિક પગાર આપવામાં આવે છે. જ્યારે મેઘાલયના મુખ્ય પ્રધાનને 1 લાખ 50 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે. જ્યારે ભારતના અન્ય રાજ્ય જેવા કે ઓડિશાના મુખ્યમંત્રીને 1 લાખ 60 હજાર રૂપિયા, ઉત્તરાખંડના મુખ્યમંત્રીને 1 લાખ 50 હજાર રૂપિયા, કેરળના મુખ્યમંત્રીને 1 લાખ 85 હજાર રૂપિયા, બિહારના મુખ્યમંત્રીને 2 લાખ 15 હજાર રૂપિયા આપવામાં આવે છે.
કયા રાજયના મુખ્ય પ્રધાનને મહિને કેટલો પગાર ચૂકવાય છે, જાણો છો? સૌથી વધુ સેલરી લે છે આ રાજયના સીએમ
RELATED ARTICLES