અરે બેઠો બેઠો…અરે ચલો ચલો! બિહારના CM અને KCR વચ્ચે જાહેરમાં થઈ ખેંચતાણ, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

તેલંગણા અને બિહારના મુખ્ય પ્રધાનોની એક પ્રેસ કોન્ફેરેન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ પદના ઉમેદવાર અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે બિહારના સીએમ નીતિશ કુમાર ચાલવા લાગ્યા ત્યારે તેલંગણાના સીએમ KCRએ કહ્યું બેસો. બંને વચ્ચે જાહેરમાં થયેલી ખેંચતાણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

 

 

બિહારમાં પ્રેસ કોન્ફરન્સમાં કેસીઆરને પૂછવામાં આવ્યું કે, વિપક્ષી પાર્ટી એકતા તરફથી પીએમ પદના ઉમેદવાર કોણ હશે ? આ સવાલ સાંભળીને કેસીઆરની સાથે બેઠેલા નીતીશ કુમાર ઉભા થયા અને કેસીઆરને કહેવા લાગ્યા, ઉઠો ચલોને, આ લોકોના ચક્કરમાં કયા પડો છો, 50 મિનિટ આપી દીધી છે. આ તરફ કેસીઆરે નીતિશ કુમારનો હાથ પકડીને કહ્યું કે અરે... તમે બેસો ને.

નીતિશ કુમારે કહ્યું કે, આ ચક્કરમાં પડશો નહીં, આ સમયે ત્યાં હાજર તમામ લોકો જોર જોરથી હસવા લાગ્યા.
આ દરમિયાન કેસીઆરે મીડિયાકર્મીઓને કહ્યું કે જો તમે સ્માર્ટ છો તો હું તમારા કરતા વધુ સ્માર્ટ છું. અમે ભાજપના તમામ વિરોધ પક્ષોને એક કરવાનો પ્રયાસ કરીશું. આ પછી,અમે તમને તે નિર્ણય વિશે વિગતવાર જણાવીશું જે સર્વસંમતિથી લેવામાં આવશે. મીડિયાકર્મીઓ વિના કંઈ થઈ શકે નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.