અન્યાય સાંખી નહીં લેવાય, ઘાયલ સિંહણ વધુ ભયંકર હોય છે! SSC Scam પર પહેલી વાર મમતા બેનર્જીની આવી તીખી પ્રતિક્રિયા

દેશ વિદેશ

શિક્ષક ભરતી કૌભાંડ અંતર્ગત ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પહેલી વાર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, હું ઈચ્છુ છું કે દોષીને આજીવન કારાવાસનો દંડ મળે અને તેમાં મને કોઈ આપત્તિ નથી, પરંતુ જે રીતે એક મહિલાના ઘરમાં રોકડ રકમ મળી આવતા જે રીતે તેને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે તે સાંખી લેવાય તેમ નથી. કોઈ એજન્સીનો દુરુપયોગ કરીને પાર્ટી તોડવાની કોશિશશ કરશે તે સહી લેવામાં આવશે નહીં. તે મહિલાનો પાર્ટી કે સરકાર સાથે કોઈ સંબંધ નથી. રેપના મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં વિચાર થાય છે તેમ આ મામલે પણ ત્રણ મહિનામાં વિચાર થાય એવી માગણી છે. જો આવી રીતે કોઈ અપમાન કરશે તો એ સમજી લે કે ઘાયલ સિંહણ વધુ ભયંકર હોય છે. 2021ની ચૂંટણીમાં પગ તોડી નાંખ્યા હતાં હવે જો શિશ નમાવવું પડે તો પણ મંજૂર છે. જો કોઈ મીડિયા ટ્રાયલ કરશે તો દયા કરીને આગથી રમશો નહીં, મારા શરીરને અડવાની કોશિશ ન કરવી. જો મને ટર કરશે તો મને ખબર છે કે કોને કેવી રીતે બોલ્ડ આઉટ કરવાના છે.
વધુમાં મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, હું કોઈ આનંદ લેવા માટે રાજકારણ નથી કરતી. મેં જીવનમાં રાજકારણનો અર્થ બલિદાન હોય છે એમ જ સમજ્યું છે. પણ શું બધા લોકો એક જેવા હોય છે? મતભેદ તો થયા જ કરે. હું અન્યાય કે ભ્રષ્ટાચારનું સમર્થન નથી કરતી. રાજનીતિ મારું જૂનુન છે, પ્રોફેશન નથી. હું ઈચ્છું છું કે સચ્ચાઈ સામે આવે અને દોષીને સજા મળે. પૈસાના પહાડની તસવીરનો ઉપયોગ કરીને વિરોધીઓ મારી બદનામી કરી રહ્યા છે. તેમના આવા વ્યવહારને કારણે હું દુઃખી છું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.