દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખી સિંગાપોર પ્રવાસની મંજૂરી માંગી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને “વર્લ્ડ સિટીઝ સમિટ” માટે તેમના સિંગાપોર પ્રવાસ માટે કેન્દ્ર પાસેથી મંજૂરી માંગી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જૂનમાં સીએમ કેજરીવાલે 31 જુલાઈથી શરૂ થનારી સમિટ માટે સિંગાપોરના હાઈ કમિશનરનું આમંત્રણ સ્વીકાર્યું હતું. જોકે, આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રિમોને હજુ સુધી પ્રવાસની પરવાનગી મળી નથી.
પીએમ મોદીને લખેલા પત્રમાં કેજરીવાલે કહ્યું હતું કે, આટલા મહત્વના મંચ પર આવતા મુખ્યમંત્રીને રોકવા એ દેશના હિતની વિરુદ્ધ છે.
દિલ્હીના સીએમ કેજરીવાલે પોતાના પત્રમાં કહ્યું કે, “સિંગાપોર સરકારે મને 1 ઓગસ્ટના કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી છે. શક્ય તેટલી વહેલી તકે પરવાનગી આપો જેથી હું આ યાત્રાથી દેશનું નામ ઉન્નત કરી શકું.”

ઉલ્લેખનીય છે કે સાંસદો, ધારાસભ્યો અને મુખ્ય પ્રધાનોએ પણ સત્તાવાર વિદેશ મુલાકાતો માટે કેન્દ્ર સરકારના મંત્રાલય પાસેથી મંજૂરી લેવી પડે છે. દિલ્હી અને પુડુચેરીના કિસ્સામાં, મંજૂરી માટેની ફાઇલ લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસ દ્વારા મોકલવામાં આવે છે. દિલ્હી સરકારે સમયાંતરે એલજી ઓફિસ પર તેમના દ્વારા મોકલવામાં આવેલી ઘણી ફાઇલોને ક્લિયર ન કરવાનો આરોપ લગાવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.