મેટ્રો (ટૂએ, સાત)માં ૧૮ સર્વિસ વધારી, ફ્રિકવન્સી વધતા પ્રવાસીઓને રાહત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પંદરમી ઑગસ્ટના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે સ્પેશિયલ મેટ્રો ટ્રેન ‘આઝાદી એક્સપ્રેસ’ને ઑનલાઈન લીલીઝંડી આપી હતી. આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) અને મુંબઈ મેટ્રો ઑપરેશન કોર્પોરેશન લિમિટેડ (એમએમએમઓસીએલ) દ્વારા આઝાદી એક્સપ્રેસ દોડાવવાનો વિશેષ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે.

આઝાદીના મહાપર્વની ઉજવણી નિમિત્તે તૈયાર કરવામાં આવેલી આઝાદી એક્સપ્રેસને રાજ્યના ભવ્ય કિલ્લા, ઐતિહાસિક સ્મારકો અને છત્રપતિ શિવાજી મહારાજના ફોટોગ્રાફ સાથે તિરંગાના રંગમાં લપેટવામાં આવી હતી. આઝાદી એક્સપ્રેસની સાથે મેટ્રો (ટૂએ અને સાત)માં ૧૮ નવી સર્વિસ વધારવામાં આવી છે, જેથી હવે કુલ ૧૭૨ ફેરી દોડાવવામાં આવશે.

દર ૧૨ મિનિટે એક મેટ્રોની સર્વિસ હતી, પરંતુ હવેથી દર દસ મિનિટે પ્રવાસીને મેટ્રોની ફેરી મળશે, તેથી ફ્રિકવન્સી વધવાને કારણે પ્રવાસીઓ વધુ આ ટ્રેનોમાં ફરી શકશે, એમ એમએમઆરડીએ મેટ્રોપોલિટનના કમિશનર એસવીઆર શ્રીનિવાસને જણાવ્યું હતું.

Google search engine