સીએમ એકનાથ શિંદે 164-99 માર્જિનથી ફ્લોર ટેસ્ટ જીત્યા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષ વચ્ચે, નવનિયુક્ત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મહારાષ્ટ્ર સરકારે સત્તામાં રહેવા માટે સોમવારે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન બહુમતી સાબિત કરવાની હતી, જે તેમણે કરી બતાવી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સોમવારે રાજ્ય વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જીતી ગયા છે. 288 સભ્યોના ગૃહમાં, 164 ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે 99એ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. તાજેતરમાં શિવસેનાના ધારાસભ્યના મૃત્યુ પછી, વિધાનસભાની સભ્યોની વર્તમાન સંખ્યા ઘટીને 287 થઈ ગઈ છે. તેથી બહુમતીનો આંકડો 144 છે. સ્પીકર રાહુલ નાર્વેકરે જાહેરાત કરી હતી કે વિશ્વાસ મત બહુમતીથી હાથ ધરવામાં આવ્યો છે.
શિંદે, જેમણે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના MVA ગઠબંધન સામે બળવો કર્યો હતો શિંદેએ ઉદ્ધવ ઠાકરેએ પદ છોડ્યાના એક દિવસ પછી, 30 જૂને સીએમ તરીકે શપથ લીધા હતા. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. શિંદેએ સ્પષ્ટ કર્યું હતું કે તેમના જૂથ પાસે સેના-એનસીપી-કોંગ્રેસ સરકારને હટાવવા માટે આરામદાયક બહુમતી છે.
દરમિયાન, ઉદ્ધવ ઠાકરે જૂથને બીજા મોટા આંચકામાં, એકનાથ શિંદે-ભાજપ સરકારના નિર્ણાયક વિશ્વાસ મતના એક દિવસ પહેલા, રવિવારે રાત્રે મહારાષ્ટ્ર વિધાનસભાના નવનિયુક્ત સ્પીકરે શિવસેનાના ધારાસભ્ય અજય ચૌધરીને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે હટાવી દીધા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.