મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગુરુવારે ગણેશ ઉત્સવ નિમિત્તે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના અંગત સચિવ મિલિંદ નાર્વેકરના નિવાસસ્થાને ગયા હતા. સીએમ શિંદેએ કહ્યું કે તેઓ ભગવાન ગણેશની પૂજા કરવા નાર્વેકરના ઘરે ગયા હતા, પરંતુ નાર્વેકરના ઘરે મુખ્યમંત્રીની મુલાકાતનું અનેક રીતે અર્થઘટન કરવામાં આવી રહ્યું છે કારણ કે તેમને ઉદ્ધવ ઠાકરેના નજીકના માનવામાં આવે છે.
સીએમ શિંદેએ જૂનમાં શિવસેના નેતૃત્વ સામે બળવો કર્યો હતો, જેના કારણે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પડી ભાંગી હતી. જૂનમાં, જ્યારે એકનાથ શિંદેનું સમર્થન કરનારા બળવાખોર ધારાસભ્યો સુરત ગયા હતા, ત્યારે મિલિંદ નાર્વેકર તેમની સાથે વાત કરવા ત્યાં ગયા હતા. હવે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતૃત્વને લઈને કાનૂની લડાઈ લડી રહ્યા છે.
સીએમ એકનાથ શિંદે તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ મીટિંગની તસવીરો શેર કરી છે. એક તસવીરમાં તેઓ મિલિંદ નારવેકર ભગવાન ગણેશની મૂર્તિની સામે હાથ જોડીને ઉભા છે. બીજી તસવીરમાં તેઓ મિલિંક નાર્વેકર સાથે વાત કરતો જોવા મળે છે. તસવીરો શેર કરતા સીએમ શિંદે લખ્યું, “મિલિંદ નાર્વેકરના ઘરે પહોંચ્યા અને શ્રી ગણેશના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા.”

मिलिंद नार्वेकर यांच्या निवासस्थानी उपस्थित राहून श्री गणरायाचे भक्तीभावाने दर्शन घेतले.@NarvekarMilind_ pic.twitter.com/eIVdU04EVP

— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) September 1, 2022

“>
મહારાષ્ટ્રમાં નવી સરકાર બની ત્યારથી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે આમને-સામને છે. આવા સમયે સીએમ શિંદે નાર્વેકરના ઘરે ગયા એ રસપ્રદ છે. આ પ્રસંગ ભલે ગણેશ ચતુર્થીનો હોય, પરંતુ આ તસવીર રાજકીય ગલિયારામાં ચર્ચાઇ રહી છે. ઉદ્ધવ ઠાકરેના ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશ સ્તરના નેતાઓ સતત તેમનો સાથ છોડી રહ્યા છે. ટૂંક સમયમાં બીએમસીની ચૂંટણી યોજાવાની છે એવા સમયે આ તસવીરનો કોઈ રાજકીય અર્થ છે કે નહીં તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.

Google search engine