Homeટોપ ન્યૂઝથેન્ક્યુ મુંબઈ...: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે

થેન્ક્યુ મુંબઈ…: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે

  • આયોજકો, મુંબઈગરા અને સામાજિક સંસ્થાઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ
  • હવામાં ફાયર કરીને સીએમે શરુ કરી ડ્રીમ રન
  • ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે સિનિયર સિટીઝન માટેની મેરેથોનને આપી લીલી ઝંડી

મુંબઈઃ રવિવારે રજાના દિવસે રજાની મજા માણવાને બદલે મુંબઈગરાઓ ઉત્સાહ અને આનંદથી ટાટા મેરેથોનમાં ભાગ લેવા માટે વહેલી સવારે નીકળી પડ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી મેરેથોનની શરુઆત થઈ અને મુંબઈગરા હર દિલ મુંબઈનો નારો લગાવીને નીકળી પડ્યા. આ સમયે મુંબઈ મેરેથોનનો બ્રાન્ડ એમ્બેસેડર અભિનેતા ટાઈગર શ્રોફ પણ હાજર રહ્યો હતો.
આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ ભાગ લેનારા સ્પર્ધકો, આયોજકો, મુંબઈ પોલીસ અને સામાજિક સંસ્થાઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મુંબઈ મેરેથોનમાં મુંબઈગરાનો ઉત્સાહ, ઉમંગ અને જુસ્સો દેખાઈ રહ્યો છે. આ દુનિયાની સૌથી મોટી મેરેથોન છે અને તેમાં 250થી વધુ સામાજિક સંસ્થાઓએ ભાગ લીધો હતો. કોવિડ બાદ પહેલી જ વખત આ સ્પર્ધા યોજાઈ રહી હોઈ લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.


મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હવામાં ફાયર કરીને ડ્રીમ રનની શરુઆત કરી હતી તો નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સિનિયર સિટીઝન માટેની મેરેથોનને લીલીઝંડી દેખાડી હતી. હાફ મેરેથોનને મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે લીલી ઝંડી દેખાડી હતી અને તેમણે જણાવ્યું હતું કે બે વર્ષ બાદ મેરેથોન યોજાઈ છે, લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને કેન્દ્રીય કાયદા અને ન્યાય ખાતાના પ્રધાન કિરણ રિજ્જુએ દિવ્યાંગજન માટે યોજાયેલી મેરેથોનને લીલીઝંડી દેખાડી હતી.

આ સમયે ત્યાં હાજર બીએમસી કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે અત્યાર સુધીની બધી જ મેરેથોન હું દોડ્યું છું આ 18મી મેરેથોન છે. અમે લોકો પૂરો સહકાર આપી રહ્યા છીએ. શો મસ્ટ ગો ઓન… મેરેથોન માટે રસ્તાની સફાઈ, લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુમાં શિંદેએ એવું પણ જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં ભાગ લેવા મુંબઈ બહારથી આવેલા લોકોનું હાર્દિક સ્વાગત અને બીએમસી કમિશનર ઈકબાલસિંહ ચવ્હાણ ખુદ દોડ્યા એ માટે એમનો ખુબ ખુબ આભાર. મુંબઈગરાનો ઉત્સાહ અને એનર્જી જોઈને ખૂબ આનંદ થઈ રહ્યો છે. હજારો લોકો રસ્તા પર હોવા છતાં ક્યાંય કોઈ ટ્રાફિકની સમસ્યા કે બીજી અવ્યવસ્થા નહીં જોવા મળી. આટલી સારી રીતે આખા ઈવેન્ટનું આયોજન કરવા માટે મુંબઈ પોલીસનો પણ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular