શિંદે જૂથનું મિશન BMC

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈના રસ્તાઓ ખાડામુક્ત કરવા સાડાછ હજાર કરોડનું ભંડોળ

મુંબઈ: મુંબઈના રસ્તા ખાડામુક્ત કરવા માટે છ હજાર ૫૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવ્યું છે. રસ્તાના સમારકામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવી નહીં, એવું રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
રવીન્દ્ર નાટ્ય મંદિરમાં આયોજિત મુંબઈ મહાનગરપાલિકાના એન્જિનિયરોના કાર્યક્રમમાં શિંદે બોલી રહ્યા હતા. મુંબઈ મહાપાલિકા આપણી છે, એવી સમર્પિત ભાવના સાથે કાર્ય કરો. વૈશ્ર્વિક સ્તરે મુંબઈ શહેરનું ઘણું મહત્ત્વ છે. વિવિધ ક્ષેત્રોમાં દેશને આગળ લઈ જવામાં એન્જિનિયરોનું અમૂલ્ય યોગદાન છે, એમ કહીને મુખ્ય પ્રધાને એન્જિનિયરોને શુભેચ્છા આપ્યા હતા.
શિંદેએ કહ્યું હતું કે ‘એન્જિનિયર્સ ઈઝ ધ બૅકબોન ઑફ નૅશન’ એવું કહેવાય છે. એન્જિનિયરો પર હુમલા ન થાય તે માટે રાજ્ય સરકારનું હંમેશાં તેમને પીઠબળ રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.