વિધાનસભામાં ભાષણ આપતી વખતે ઇમોશનલ થયા CM એકનાથ શિંદે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે સોમવારે વિધાનસભામાં બહુમતી મેળવી હતી. પહેલીવાર CM શિંદેએ વિધાનસભાના સભ્યોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન શિંદેએ એ ઘટનાને પણ યાદ કરી હતી જયારે તેમની આંખોના સામે દીકરા-દીકરીનુ ડૂબવાથી મૃત્યુ થઇ ગયુ હતું.

એ પછી એમને એટલો ઉંડો આઘાત લાગ્યો હતો કે તેઓ સાર્વજનિક જીવનમાંથી બહાર આવીને એકાંતપ્રિય થઇ ગયા હતા. એમણે રાજકારણ છોડી દીધુ હતું. શિંદે ત્યારે શિવસેનાના નગરસેવક હતા. જોકે, આનંદ દિધે તેમને ફરી  જાહેર જીવનમાં પાછા લાવ્યા.

એકનાથ શિંદેએ આગળ કહ્યું હતું કે છેલ્લા 20 દિવસમાં તમામ 50 વિધાનસભ્યોએ મારા પર અને મારા નિર્ણય પર વિશ્વાસ કર્યો. હું એ બધાનો આભાર માનુ છું. મને હજુ પણ વિશ્વાસ નથી થઇ રહ્યો કે હું રાજ્યના મુખ્ય પ્રધાનના રૂપમાં ભાષણ આપી રહ્યો છું. આ ઘટના ઐતિહાસિક છે, કારણ કે અમે ગઠબંધન છોડવાનું સાહસ કર્યું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.