ઔરંગાબાદઃ ઔરંગાબાદ ખાતે યોજાયેલા ઔદ્યોગિક પ્રદર્શન એડવાન્ટેજ મહારાષ્ટ્ર એક્સ્પો માટે આજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજરી આપવા ઔરંગાબાદ જવાના હતા, પણ વિમાનમાં થયેલી ટેક્નિકલ ખરાબીને કારણે મુલાકાત મોકૂફ રાખવી પડી હતી. આ ખરાબી થયાના એક કલાક સુધી મુખ્ય પ્રધાન એરપોર્ટ પર રાહ જોતા ઊભા રહ્યા હતા, પણ સમારકામ ન થતા તેમણે ઔરંગાબાદ જવાનું રદ્દ કરવું પડ્યું હતું.
ઔરંગાબાદની શેન્દ્રા એમઆઈડીસીમાં આવેલા ડીએમઆઈસી ઓરિક ખાતે પાંચમી જાન્યુઆરીથી આઠમી જાન્યુઆરી સુધી આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓનલાઈન કરવામાં આવનાર હતું. આ માટે શિંદે, ફડણવીસ સહિત આઠ નેતાઓ હાજરી આપવાના હતા ઔરંગાબાદ ખાતે. પણ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમના વિમાનના જનરેટરમાં ટેક્નિકલ એરર હોવાનું જાણવા મળ્યું હતું.
એક કલાક સુધી પ્રયાસો કર્યા હોવા છતાં ખામી દૂર ના થતાં આખરે તેમણે ઔરંગાબાદની વિઝિટ મોકૂફ રાખવી પડી હતી અને બંને જણ મુંબઈ એરપોર્ટથી પાછા રવાના થઈ ગયા હતા.
હેં વિમાન બન્યું વિલનઃ ઔરંગાબાદની મુલાકાત રહી મોકૂફ!!!
RELATED ARTICLES