Homeઆમચી મુંબઈ...તો આ ત્રણેય દિગ્ગજ નેતાઓ જોવા મળશે એક મંચ પર!

…તો આ ત્રણેય દિગ્ગજ નેતાઓ જોવા મળશે એક મંચ પર!

મુંબઈઃ શિવસેનામાં ફાટફુટ થયા બાદ નાગપુર અધિવેશનમાં પહેલી જ વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો આમનો સામનો થશે, એવું લાગી રહ્યું હતું પરંતુ એ સમયે એવું કંઈ થયું નહીં, કારણ કે જ્યારે ઉદ્વવે વિધાન પરિષદની ચર્ચામાં ભાગ લીધો ત્યારે શિંદે ત્યાં હાજર નહોતા અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ એ સમયે ત્યાં હાજર નહોતા. એટલે આ ત્રણેય નેતાઓ એકબીજાની સામસામે નહીં આવી શક્યા પરંતુ હવે ત્રણેય નેતાઓ એક જ મંચ પર આવે એવી શક્યતા છે અને આવું થવામાં નિમિત્ત બનશે ખુદ શિવસેના સુપ્રીમો દિવંગત બાળાસાહેબ ઠાકરે.
વિધાન ભવનના મધ્યવર્તી સભાગૃહમાં મૂકવામાં આવનારા બાળાસાહેબ ઠાકરેના પેઈન્ટિંગનો અનાવરણ સમારંભમાં બોલીવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન અને પાર્શ્વગાયિકા આશા ભોંસલેને ખાસ મહેમાન તરીકે હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. 23મી જાન્યુઆરીના શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરેની જયંતિ છે અને આ કાર્યક્રમમાં શિંદે અને ફડણવીસ હાજર રહેશે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરેને પણ આમંત્રણ મોકવામાં આવ્યું છે. હવે ઉદ્વવ આ આમંત્રણ સ્વીકારે છે કે નહીં એની તરફ બધાનું ધ્યાન છે.
જો ઉદ્વવ ઠાકરે આ આમંત્રણ સ્વીકારશે તો પહેલી જ વખત ત્રણેય નેતા એક મંચ પર જોવા મળશે. આ દરમિયાન ત્રણેય નેતા વચ્ચે શું ચર્ચા થશે, તેઓ એકબીજા સાથે વાત-ચીત કરશે કે તેમની બોડી લેન્ગવેજ શું હશે એ તરફ બધાનું ધ્યાન છે. આ બધા સવાલોના જવાબ 23મી જાન્યુઆરીના મળશે. નિમંત્રણ સ્વીકારીને શિંદે સાથેના અંતરને ઓછું કરવા ઠાકરે એક ડગલું આગળ ભરશે કે એનો જવાબ પણ આ જ દિવસે મળી જશે.
જો ઉદ્વવ આમંત્રણ નહીં સ્વીકારે તો શિંદે સાથેની ઉદ્વવ ઠાકરેની કડવાશ દૂર નથી થઈ એ પણ સ્પષ્ટ થઈ જશે. ટૂંકમાં કહેવાનું થાય તો 23મી જાન્યુઆરીનો દિવસ રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો સાબિત થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular