મુંબઈઃ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની રાજકીય ફટકાબાજી અને તડાફડીથી તો આપણે બધા જ નહીં પણ આખો દેશ સારી રીતે પરિચિત છીએ. રાજકારણના ઈતિહાસમાં મહારાષ્ટ્રનું સત્તાંતર એ સૌથી મોટી ચર્ચાનો વિષય બની ગયો હતો. પણ હવે તેમની એક બીજા હિડન ટેલેન્ટનો લોકોને પરિચય થયો છે અને એ પણ ક્રિકેટની પીચ પર…
मुंबई येथील गिरगाव विभागातील #बाळासाहेबांची_शिवसेना शाखा क्र.२१८ च्या वतीने आयोजित करण्यात आलेल्या गिरगाव प्रिमियर लीग क्रिकेट स्पर्धेला उपस्थित राहून सर्व खेळाडूंना शुभेच्छा दिल्या. खास शिवसैनिकांनी केलेल्या आग्रहाखातर थेट मैदानात उतरून फलंदाजीचा मनमुराद आनंद लुटला. pic.twitter.com/eWgx1x9897
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) January 26, 2023
26મી જાન્યુઆરીએ મહારાષ્ટ્રએ તેમના મુખ્ય પ્રધાનનું બીજું જ રૂપ જોયું અને આ રૂપમાં પણ લોકો તેમને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ગિરગાંવમાં બાળાસાહેબાંચી શિવસેના શાખા ક્રમાંક 218 દ્વારા ગિરગાવ પ્રીમિયર લિગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મેચમાં હાજરી આપવા માટે એકનાથ શિંદે પહોંચ્યા હતા. ત્યાં તેમણે મેચ માટે ટોસ કર્યો, વિજેતા ટીમનું સન્માન પણ કર્યું હતું અને આખરે આયોજકો અને શિવસૈનિકોના આગ્રહને વશ થઈને તેમણે મેદાનમાં ઉતરીને જોરદાર ફટકાબાજી કરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
બોલિંગ કરનારાઓ બોલિંગ કરી રહ્યા હતા, પણ એકનાથ શિંદેએ દરેક બોલ પર શોટ માર્યા હતા. તેમણે એક પણ બોલ વેસ્ટ નહોતો કર્યો એ જોઈને લોકોએ ચોંકી ઉઠ્યા હતા, એટલું તેઓ માત્ર રાજકારણ જ નહીં પણ ક્રિકેટમાં પણ ફટકેબાજી કરીને કોઈ પણ સંજોગોનો સામનો કરવા પોતે સક્ષમ હોવાનો પરિચય આપ્યો હતો.
આ મેચ દરમિયાન ગિરગાંવના શાખા ક્રમાંક 218ના શાખા પ્રમુખ લલિત માધવ, થાણેના ઉપવિભાગ પ્રમખ અમિત લોટલીકર અને ગણેશ ગોળે, રાહુલ પવાર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.