થાણે: મહારાષ્ટ્રના મુખ્પ્રધાન એકનાથ શિંદેએ એકદમ અનોખી સ્ટાઈલમાં નવા વર્ષની શરૂઆત કરી હતી અને જનતાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
નવા વર્ષની શરુઆતા આપણે બધા જ સામાન્યપણે અલગ અલગ રિઝોલ્યુશનથી કરતાં હોઈએ છીએ. પણ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મધરાતે થાણેના શિવાજી મેદાન, જાંબલી નાકા ખાતે યોજાયેલી રક્તદાન શિબિરમાં રક્તદાન કરીને નવા વર્ષની શરૂઆત કરીને નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
એટલું જ નહીં પણ તેમણે એવું પણ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં આ જ જગ્યા પર 11 હજાર લોકો રક્તદાન કર્યું હતું અને તેનો અનેક દર્દીઓને ફાયદો થયો હતો.
નવા વર્ષની ઉજવણી માટે આનંદ દિઘેની પ્રેરણાથી દર વર્ષે આ જ રીતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ પરંપરાને જાળવીને શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનારા રક્તદાતાઓનું સીએમ શિંદેએ સર્ટિફિકેટ આપીને સન્માન કર્યું હતું.