Homeઆપણું ગુજરાતCM ભૂપેન્દ્ર પટેલનું શક્તિ પ્રદર્શન: મેગા રોડશો કરી ઘાટલોડીયા બેઠક પરથી ઉમેદવારીપત્ર...

CM ભૂપેન્દ્ર પટેલનું શક્તિ પ્રદર્શન: મેગા રોડશો કરી ઘાટલોડીયા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભરશે

ચૂંટણીને લઈને વિવિધ પક્ષોનાં ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરવા પહોંચી રહ્યા છે. ત્યારે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડીયા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા જવાના છે ત્યારે મહારેલીનું આયોજન કરાયુ છે. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાજર રહ્યા હતા. અમિત શાહે ભુપેન્દ્ર પટેલને ભાવી મુખ્યપ્રધાન તરીકે સંબોધી પ્રચંડ જીતની આશા વ્યક્ત કરી હતી.
ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં મુખ્યપ્રધાન સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે દાદા ભગવાનના પૂજન-અર્ચન કરીને તથા સમાધિ સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા.

ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં મુખ્યપ્રધાન સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે દાદા ભગવાનના પૂજન-અર્ચન કરીને તથા સમાધિ સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા.

અમિત શાહે કાર્યકરોને સંબોધતા કહ્યું કે 1990થી જનતાએ કમળ પર થપ્પો મારીને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. બધા રેકોર્ડ તોડીને ફરી એકવાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. 1985થી 95 સુધી રાજ્ય કોમી હુલ્લડથી પીડાતું રહ્યું. આજે 20 વર્ષનાં છોકરાને પૂછીએ કે હુલ્લડ કોને કહેવાય તેને નથી ખબર. 1995થી 2022 સુધીનો આ સમયગાળો માત્ર ગુજરાત નહિ, દેશના લોકતંત્રના ઈતિહાસમાં છે. આજે જે લોકો ગુજરાતને પરેશાન કરતા હતા તેમની હિંમત નથી કે કાંકરિચાળો કરે. ભાજપે ન્યાયનો માહોલ ઊભો કર્યો છે.

“>

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટૂંકા સંબોધનમાં કહ્યું હતું કે ઘાટલોડિયાના દરેક નાગરિક મારા પરિવારજન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શનમાં વિકાસનાં કાર્યો કર્યા છે તેમાં દરેકનો સહકાર મળ્યો છે એટલે જ લાગી રહ્યું છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે. અહીં સંતો પણ હાજર છે, આશીર્વાદ આપજો કે અમે નાનામાં નાના માણસનાં કામ કરી શકીએ.
મુખ્યપ્રધાનની રેલી પ્રભાત ચોક, ચાણક્યપુરી, ડમરૂ સર્કલ, કારગીલ ચાર રસ્તા, મધ્યસ્થ કાર્યાલય સોલા ભાગવત પાસેથી પસાર થશે. રેલી બાદ અમિત શાહ મઘ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે, ભૂપેન્દ્ર પટેલ પ્રાંત ઓફિસ ઘાટલોડીયામાં ઉમેદવારી પત્ર ભરશે.

RELATED ARTICLES

Most Popular