આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટેનું મતદાન થઇ રહ્યું છે. લોકો હોંશે હોંશે મતદાન મથકે મત આપવા પહોંચી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ બુથ પર મતદાન કર્યુ હતું. CM ઢોલ-નગારા સાથે મતદાનમથકે પહોંચ્યા હતા. મતદાન બાદ CM ભૂપેન્દ્ર પટેલે ચાની કિટલી પર બેસીને ચાની ચૂસ્કી લગાવી હતી.

મતદાન બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે, આજે ગુજરાતમાં લોકશાહીના પર્વનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. શાંતિપૂર્ણ રીતે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ હતુ. ત્યારે લોકશાહીના ઉત્સાહમાં સૌ ભાગીદાર થઈને બીજા તબક્કાના મતદાનમાં પણ મતદાન કરે તેવી મારી અપીલ છે. ગુજરાતની શાંતિ અને સલામતી માટે મહત્તમ મતદાન કરો એવી અપીલ છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ભાજપના ઉમેદવાર છે.