ઉત્તરાખંડમાં વાદળ ફાટયું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વાદળ ફાટ્યું: ઉત્તરાખંડમાં નેપાળની સરહદ પાસે વાદળ ફાટવાથી આવેલા ભારે વરસાદ અને પૂર વખતે મહાકાલી નદીમાં જળસપાટી જોખમી સ્તરે પહોંચતા જાનમાલને ભારે હાનિ થવાનો ભય ઊભો થયો હતો.(પીટીઆઇ)

પિથોરાગઢ (ઉત્તરાખંડ): ભારત-નેપાળ સરહદ પર આવેલા બંગાબગર ગામમાં મધ્યરાત્રિએ વાદળ ફાટ્યું હતું, જેના કારણે કાલી નદીમાં પૂર આવ્યું હતું, પહાડના કાદવ સાથે ભળેલાં પાણીને કારણે સરહદની ભારતીય બાજુનાં ગામ ખોટીલામાં ૩૮ ઘરોને નુક્સાન થયું હતું તથા કાલી નદીના પાણી ઘરોમાં ધસી આવ્યાં હતાં, જેમાં કાદવ ભરાઈ ગયો હતો અને એક મહિલાનું મોત થયું હતું.
પિથોરાગઢના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે, ખોટીલા ગામની રહેવાસી પશુપતિ દેવીનો મૃતદેહ પાછળથી નદીના પૂર પછી તેના ઘરને દબાવનાર કાદવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે આ ગામ પિથોરાગઢ જિલ્લાના ધારચુલા શહેરની નજીક આવેલું છે.
ચૌહાણે જણાવ્યું હતું કે, ભારત-નેપાળ સરહદ પર આવેલા બંગાબગર ગામમાં મધ્યરાત્રિએ વાદળ ફાટ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે કાટમાળ સાથે ભળેલા નદીના પાણી ખોટીલા ગામમાં ૩૬ ઘરોમાં ઘૂસી ગયા હતા.
આ ઘટનામાં માર્યા ગયેલી મહિલાને તેના ઘરનો દરવાજો ખોલવાનો અને સલામત રીતે ભાગવાનો સમય મળ્યો નહીં હોય, એમ ડીએમએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે ગામના ૧૭૦ અસરગ્રસ્ત લોકોને બહાર કાઢીને ધારચુલા સ્ટેડિયમમાં બનેલા કામચલાઉ આશ્રયસ્થાનોમાં મૂકવામાં આવ્યા છે.
ચૌહાણે જણાવ્યું હતું કે, સરહદની નેપાળ બાજુના અસરગ્રસ્ત ગામમાં ૧૩૨.૨ મિમી વરસાદ નોંધાયો છે. અધિકારીઓએ જણાવ્યું કે વાદળ ફાટવાને કારણે નેપાળ બાજુએ પણ જાનહાનિ થઈ છે.
પિથોરાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી ભૂપેન્દ્ર સિંહ મહારે જણાવ્યું હતું કે ગામલોકોના કેટલાક પ્રાણીઓ પણ ખોવાઈ ગયા છે.
ધારચુલા વહીવટીતંત્ર રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને પોલીસ કર્મચારીઓની મદદથી સ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચલાવી રહ્યું છે, એમ મહારે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, નુકસાનનું મૂલ્યાંકન કરવાનું બાકી છે. પિથોરાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી ભૂપેન્દ્ર સિંહ મહારે જણાવ્યું હતું કે ગામના લોકોના કેટલાક પ્રાણીઓ પણ તણાઇ ગયા છે. સીમાવર્તી શહેર ધારચુલાનું વહીવટીતંત્ર સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને પોલીસ કર્મચારીઓની મદદથી સ્થળ પર બચાવ કામગીરી ચલાવી રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. કાલી નદી ભારત અને નેપાળ વચ્ચે વહે છે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.