Homeઆમચી મુંબઈચેંબુરના રિઝર્વ પ્લોટ પરથી અતિક્રમણનો સફાયો

ચેંબુરના રિઝર્વ પ્લોટ પરથી અતિક્રમણનો સફાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પૂર્વ ઉપનગરમાં જિજામાતા નગરમાં રિઝર્વ રહેલા પ્લોટ પર રહેલા ૩૨ જેટલા અતિક્રમણોના પાલિકાના એમ-પશ્ર્ચિમ વોર્ડ દ્વારા કાર્યવાહી કરીને હટાવવામાં આવ્યા છે.
પાલિકાના જણાવ્યા મુજબ જિજામાતા નગરમાં રમતગમતના મેદાન સહિત અન્ય યોજના માટે આરક્ષિત રહેલા લગભગ પાંચ હજાર ચોરસ મીટરના પ્લોટ પર લાંબા સમયથી અતિક્રમણ થયું હતું.
એમ-પશ્ર્ચિમ વોર્ડ અંતર્ગત ચેંબુરનું આ મેદાન ડેવલપમેન્ટ પ્લાન ૨૦૩૪ હેઠળ રમતના મેદાન સહિત અન્ય ઉપયોગ માટે આરક્ષિત કરવામાં આવ્યું હતું. લગભગ પાંચ હજાર ચોરસ મીટર વિસ્તારના આ પ્લોટ પર અલગ અલગ પ્રકારના બાંધકામ થયા હતા. ડેવલપમેન્ટ પ્લાન મુજબ રિઝર્વ પ્લોટ હોવાથી તેના પરથી અતિક્રમણ હટાવવાનો પાલિકાએ નિર્ણય લીધો હતો.
તે મુજબ ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૩ના એેમ-પશ્ર્ચિમ વોર્ડના ૧૩ ઍન્જિનિયર અલગ અલગ ખાતાના ૧૭ કર્મચારી, ૫૨ કામગાર તેમ જ એક પોકલેન, ૩ જેસીબી, ૩ ડંપરની મદદથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અતિક્રમણ હટાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular