અમારી પાસે UFOના અઢળક વીડિયો છે, પરંતુ દુનિયાને નહીં દેખાડીએ! અમેરિકી નેવીના દાવાએ દુનિયાને ચોંકાવ્યા

દેશ વિદેશ

અમેરિકા અન્ય ગ્રહો પર રહેતા સજીવો, એલિયન્સ અને તેમના સ્પેસશિપ એટલે કે યુએફઓ સાથે જોડાયેલી ઘણી રહસ્યમયી માહિતી છુપાવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર અમેરિકી નૌસેનાએ જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે એલિયન યાનોની સાઈટિંગના વીડિયો દુનિયાને દેખાડી શકીએ તેમ નથી, વીડિયો રિલીઝ કરવામાં આવે તો અમારા દેશ પર જોખમ વધી જશે. તેથી UFOના વીડિયો સંબંધિત રહસ્યોને તેઓ છુપાવીને રાખવા માંગે છે. વર્ષ 2020માં અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા UFOના ત્રણ વીડિયો જાહેર કરવામાં આવ્યા હતાં તેને ડિક્લાસિફાઈ કરવામાં આવ્યા હતાં. તેનું કારણ એ હતું કે તેમાંથી કેટલીક ક્લિપ્સ મીડિયામાં લીક થઈ હતી.
અમેરિકી નૌસેના પાસે UAP વીડિયો હોવાની કબૂલાત કરી છે. આવા વીડિયોને સિક્રેટ એવિડન્સની કેટેગરીમાં રાખવામાં આવે છે. દરેક વખતે આવું કરવા પાછળનું મુખ્ય કારણ હોય છે દેશની સુરક્ષા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.