જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને ભારતીય સેના આતંકવાદીઓનો સફાયો કરવા માટે સતત અભિયાન ચલાવી રહી છે. આજે બુધવારે વહેલી સવારે જમ્મુના સિધરા વિસ્તારમાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે.
જમ્મુ પોલીસના અધિકારીએ જણવ્યા પ્રમાણે, “અમને એક ટ્રકમાં અસામાન્ય ગતિવિધિ જોવા મળી અને તેનો પીછો કર્યો. જમ્મુના સિધરા ખાતે ટ્રકને અટકાવવામાં આવી હતી, જ્યાંથી ડ્રાઈવર ભાગવામાં સફળ રહ્યો હતો. જ્યારે ટ્રકની તલાશી લેવામાં આવી ત્યારે અંદર છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર શરુ કરી દીધો હતો જેનો જવાનોએ વળતો જવાબ આપ્યો હતો.”
એક સપ્તાહ પહેલા જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. . મુંઝ માર્ગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (LET)ના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકીઓને ઠાર કર્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશનને તેજ કરી દીધું છે
જમ્મુના સિધરા વિસ્તારમાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકવાદીઓ ઠાર
RELATED ARTICLES