Homeટોપ ન્યૂઝદિલ્હીમાં 'કચરા' બાબતે BJP-AAP કાર્યકર્તાઓમાં ઘર્ષણ, સ્થિતિને કાબૂમાં પોલીસ હાજર

દિલ્હીમાં ‘કચરા’ બાબતે BJP-AAP કાર્યકર્તાઓમાં ઘર્ષણ, સ્થિતિને કાબૂમાં પોલીસ હાજર

દિલ્હી બીજેપી કાર્યકર્તાઓ અને AAP કાર્યકર્તાઓ ગાઝીપુરમાં સામસામે આવી ગયા ગયા હતા અને એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. MCD ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં ત્રણ કચરાના ઢગલાઓઓ બનાવવા માટે ભાજપને જવાબદાર ઠેલાવતા AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. દિલ્હીમાં MCDની ચૂંટણીને લઈને દિલ્હીનું રાજકારણ ગરમાઈ રહ્યું છે.
કેજરીવાલ આજે ગુરુવારે ભાજપને ભીંસમાં લેવા દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઇટની મુલાકાત લેવા પહોંચ્યા હતા. સીએમ કેજરીવાલના પહેલા દિલ્હી ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા અને વિરોધ કરવા લાગ્યા, આ દરમિયાન ભાજપના કાર્યકરો “કેજરીવાલ ગો બેક”, “કેજરીવાલ હાય-હાય” ના નારા લગાવ્યા હતા. જે બાદ તરત જ AAP કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. જેને લઈને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. સ્થિતિને કાબુમાં લેવા પોલીસકર્મીઓ સ્થળ પર હાજર થઇ ગયા છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી કે “મેં તેમના એક નેતાને પૂછ્યું – તમે 15 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શું કામ કર્યું? શરમાતા તેણે બે વસ્તુઓ કહી – 1. ત્રણ મોટા કચરાના પર્વતો બનાવ્યા 2. આખી દિલ્હીમાં કચરો કરી નાખ્યો. કાલે સવારે હું ગાઝીપુર કચરાના પહાડ પહોંચીસ. તમે પણ આવશો.’
ગાઝીપુર લેન્ડફિલ સાઈટ હાલમાં કચરાના પહાડ જેવી દેખાઈ રહી છે. આ કચરાનો નિકાલ કરવા માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવી હતી, પરંતુ તેમાંથી એક પણ અસરકારક રીતે કામ કરી શકી નથી. આ લેન્ડફીલ સાઈટ નજીકમાં રહેતા લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહી છે અને લોકો બીમાર પડી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular