સુપ્રીમ કોર્ટમાં શિયાળુ વેકેશન 17 ડિસેમ્બરથી શરૂ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટમાં શિયાળુ વેકેશન 1 જાન્યુઆરી 2023 સુધી રહેશે. 2 જાન્યુઆરી, સોમવારથી ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં કામકાજ શરૂ થશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચુડે શુક્રવારે એક મોટી જાહેરાત કરી હતી કે શનિવારથી શરૂ થઈ રહેલા સુપ્રીમ કોર્ટના શિયાળાનીરજા દરમિયાન કોઈ વેકેશન બેંચ ઉપલબ્ધ રહેશે નહીં. જોકે, સર્વોચ્ચ અદાલત દ્વારા જારી કરાયેલ એક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે નિયુક્ત રજા અધિકારીનો સંપર્ક કરીને બે અઠવાડિયાના શિયાળાના વેકેશન દરમિયાન પણ કોઈપણ તાકીદની બાબત સુનાવણી માટે સૂચિબદ્ધ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરન રિજિજુએ ગુરુવારે રાજ્યસભામાં કહ્યું હતું કે લોકોને લાગે છે કે કોર્ટની લાંબી રજાઓ અરજદારો માટે અનુકૂળ નથી. રિજિજુના નિવેદન બાદ તુરંત મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની શિયાળુ વેકેશનની જાહેરાત આવી છે. શુક્રવાર-16 ડિસેમ્બર એ સુપ્રીમ કોર્ટ માટે છેલ્લો કાર્યકારી દિવસ હતો અને હવે સુપ્રીમ કોર્ટ બે અઠવાડિયાના શિયાળાના વિરામ પછી 2 જાન્યુઆરી, 2023 ના રોજ ફરીથી ખુલશે.
કોર્ટ દ્વારા લેવામાં આવેલી લાંબી રજાઓને ઘણીવાર ટીકાઓનો સામનો કરવો પડે છે. જોકે, તત્કાલીન ચીફ જસ્ટિસ એન.વી. રમનાએ જુલાઈમાં રાંચીમાં ‘લાઇફ ઑફ અ જજ’ પર લેક્ચર આપતાં કહ્યું હતું કે જજ ખૂબ જ આરામદાયક જીવન જીવે છે અને તેમની રજાઓનો આનંદ માણે છે તે ખોટી માન્યતા છે. ન્યાયમૂર્તિઓને તેમના નિર્ણય વિશે વિચારવા માટે ઘણી વાર આખી રાત જાગવું પડે છે. ન્યાયાધીશોની જવાબદારી ઘણી મોટી છે કારણ કે તેમના નિર્ણયોની માનવ જીવન પર ઊંડી અસર પડે છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોને અંતિમ ચુકાદો આપવાનું કામ સોંપવામાં આવે છે. આ એક મુશ્કેલ જવાબદારી છે, જેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ. અમે પેન્ડિંગ નિર્ણયો પર સંશોધન કરવા અને લખવા માટે સપ્તાહાંત અને કોર્ટની રજાઓ દરમિયાન કામ કરવાનું ચાલુ રાખીએ છીએ. આ પ્રક્રિયામાં અમે જીવનની ઘણી ખુશીઓ ગુમાવીએ છીએ. કેટલીકવાર, અમે મહત્વપૂર્ણ પારિવારિક પ્રસંગો ચૂકી જઈએ છીએ. ક્યારેક હું વિચારું છું કે ઘણા દિવસો સુધી મને ન જોયા પછી મારા પૌત્રો મને ઓળખી શકશે કે કેમ?