ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે CJI એન વી રમણે જસ્ટિસ યુ યુ લલિતના નામની ભલામણ કરી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતના મુખ્ય ન્યાયાધીશ એન વી રમણે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ યુ યુ લલિતના નામની ભલામણ કરી છે. એન વી રમણ દેશના 48મા મુખ્ય ન્યાયાધીશ છે. જસ્ટિસ યુ યુ લલિત દેશના 49માં મુખ્ય ન્યાયાધીશ બનશે. ચીફ જસ્ટિસ એન વી રમણ 26 ઓગસ્ટે નિવૃત્ત થશે. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે રમણને તેમના અનુગામીનું નામ આપવા કહ્યું હતું.
ઉદય ઉમેશ લલિત ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે. જસ્ટિસ લલિતને 13 ઓગસ્ટ, 2014ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક પહેલા, તેઓ સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા. જસ્ટિસ લલિત અત્યાર સુધીના 6ઠ્ઠા વરિષ્ઠ એડવોકેટ છે જેમને સીધી સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી છે.
જોકે, દેશના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ યુ યુ લલિતનો કાર્યકાળ ઘણો ટૂંકો રહેશે, કારણ કે તેઓ 8 નવેમ્બરના નિવૃત્ત થશે. તેમની નિવૃત્તિ બાદ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દેશના ટોચના ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળવા માટે તૈયાર છે. જો તેઓ મુખ્ય ન્યાયાધીશ બનશે તો તેમનો કાર્યકાળ લગભગ બે વર્ષનો રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.