Corona ગયો? મુંબઈના કોવિડ કેર સેન્ટર્સ થશે બંધ! જાણો BMCએ શું લીધો નિર્ણય

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

કોરોનાના દરદીની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી કોવિડ કેર સેન્ટર્સ બંધ કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકા દ્વારા લસેવામાં આવ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ અંગે જણાવ્યું હતું કેસ કોરોનાના દરદીઓ માટે મુંબઈના મરોલમાં આવેલી સેવન હિલ્સ હોસ્પિટલ, કસ્તુરબા હોસ્પિટલ સહિત પાલિકાની ચાર મોટી હોસ્પિટલ અને 16 ઉપનગરની હોસ્પિટલમાં કોવિડના દરદીની સારવાર ઉપલબ્ધ છે. આ ઉપરાંત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાનો ઈલાજ થઈ શકશે. જોકે, મુંબઈમાં કોરોનાના દરદીની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી કોવિડ કેર સેન્ટર્સની આવશ્યકતા નથી. પહેલા તબક્કામાં ત્રણ જમ્બો કોવિડ સેન્ટર્સ બંધ કરલામાં આવ્યા બાદ હવે બીજા તબક્કામાં વધુ પાંચ સેન્ટર્સ બંધ થઈ રહ્યા છે. જોકે, આ સેન્ટર્સમાં રહેલા વેક્સિનેશન સેન્ટર્સ ચાલુ રહેશે. સોમૈયા અને સાયન જમ્બો સેન્ટર અને સાયનખાતે જમ્બો કોવિડ સેન્ટરને સજ્જ રાખવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.