Homeમેટિનીસિનેમા કા સફર એટલે સિનેમા કા સચ

સિનેમા કા સફર એટલે સિનેમા કા સચ

ફિલ્મનામા – નરેશ શાહ

જાણીતી, પ્રસિદ્ધ અને ચર્ચાસ્પદ વ્યક્તિ વિશે કોઈ ત્રીજી વ્યક્તિ લખે તેમાં સચ્ચાઈ હોય શકે છે, પણ વ્યક્તિ ખુદ લખે કે બોલે ત્યારે તેના મનોજગતમાં ડૂબકી મારવાની તક આપણને મળતી હોય છે. આવી તક તાસક પર પેશ કરતાં પુસ્તકો પણ અંગે્રજી-હિન્દી ભાષ્ાામાં લખાયાં છે અને લખાતાં રહેશે. તરત યાદ આવતું એક પુસ્તક અદબ સે મૂઠભેડ છે.
ઓમા શર્માએ આ પુસ્તકમાં હિન્દી સાહિત્યકાર રાજેન્દ્ર યાદવ, મન્નુ ભંડારી, ચિત્રકાર એમ. એફ. હુસૈન, લેખક પ્રિયવંદ અને શિવમૂર્તિના ઈન્ટરવ્યૂ લઈને તેને એ જ સ્વરૂપે પ્રગટ ર્ક્યંુ છે તો શિખર સે સંવાદમાં ગૌતમ ચેટરજીએ એક્વીસ અલગ-અલગ ક્ષ્ોત્રના એક્વીસ શિખર જેવા વ્યક્તિઓ સાથેના સાક્ષ્ાાત્કારનો સમાવેશ ર્ક્યો છે.
આપણે આજે જે પુસ્તકની વાત કરવાના છીએ, એ પણ આ જ શ્રેણીનું પુસ્તક છે પણ તેની બે વિશિષ્ઠતા છે. એક, તેમાં માત્ર ફિલ્મ જગતની હસ્તીઓ જ છે અને તેમના ઈન્ટરવ્યૂ સિનેમાના બે અત્યંત અભ્યાસુ લેખક-પત્રકાર અભય બ્રહ્માત્મજ તેમજ મયંક શેખરે લીધા છે. દરઅસલ જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન આમંત્રિત કરાયેલાં ઈમ્તિયાઝ અલી (જબ વી મેટ, રોકસ્ટાર), રાજકુમાર હિરાણી (મુન્નાભાઈ સિરીઝ, પીકે), અનુરાગ કશ્યપ (દેવ ડી, ગેંગ્સ ઓફ વાસેપુર), મધુર ભંડારકર (ચાંદની બાર, પેજ થ્રી, ટ્રાફિક સિગ્નલ), આર. બાલકી (ચીની કમ, પા), કબીર ખાન (બજરંગી ભાઈજાન, ન્યૂ યોર્ક), અભિષ્ોક ચોબે (ઈશ્ક્યિાં, ઉડતા પંજાબ), સૌરભ શુકલા (સત્યા, બર્ફી, રેઈડ), હર્ષ્ાવર્ધન કુલકર્ણી (હંટર, હંસી તો ફસી) અને પૂજા ભટ્ટ (ડેડી, પાપ) જેવા અગિયાર ક્સાયેલાં લેખક-દિગ્દર્શક-અભિનેતાઓના લેવાયેલાં ઈન્ટરવ્યૂઝ(યુ ટયૂબ પર અમુક ઈન્ટરવ્યૂઝ ઉપલબ્ધ છે આખેઆખા)ને શબ્દશ: ગં્રથસ્થ કરવામાં આવ્યાં છે, એ પુસ્તકનું નામ : ટોકીઝ : સિનેમા કા સફર.
આ પુસ્તક બે વ્યક્તિઓએ ખાસ વાંચવા જેવું છે. લાંબા લખાણો વાંચવાની ધીરજ ન હોય તેમના માટે આ પુસ્તક ઉમદા સાબિત થાય તેવું છે કારણ કે તેમાં સવાલ-જવાબના સ્વરૂપમાં ટૂ ધ પોઈન્ટ, વાતચીત છે.
માત્ર વાતચીત જ નહીં, નિખાલસ અભિપ્રાય. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં લોબી કે ગ્રૂપિઝમ વિષ્ો અભય બ્રહ્માત્મ જ પ્રશ્ર્ન કરે છે ત્યારે અનુરાગ કશ્યપ કહે છે કે, તમે જુઓ કે આપણા જે સુપરસ્ટાર્સ છે, એ બધા આઉટ સાઈડર છે, એ અમિતાભ બચ્ચન હોય કે શાહરુખ ખાન યા ગોવિંદા.
હા, તેમની જર્ની અને લડાઈ લાંબી હોઈ શકે છે. સ્વીકાર્ય બનવા માટે અહીંયા (ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં) તમારે ધાડ પાડવાની સખત જરૂર પડે છે પણ આ એ જ વ્યક્તિ કરી શકે, જે સંપૂર્ણ ભરોસો રાખે કે સામી વ્યક્તિ તમારો દુશ્મન નથી. એ માત્ર તમારાથી ડર મહેસૂસ ન કરે, એવું કશુંક તમારે કરવું રહ્યું. કુત્તા ભી આપકો તભી કાટતા હૈ જબ ઉસ કો આપસે ડર લગતા હૈ
અનુરાગ કશ્યપ તો રાકેશ રોશન, અમિતાભ બચ્ચન, અજય દેવગણના નામ આપીને વિસ્તૃતપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના લોકોની માનસિક્તા સમજાવે છે પણ આપણે, આ પુસ્તકમાં બીજા કોને રસ પડશે, તેની વાત કરવાની બાકી છે.
જે લોકોને ફિલ્મ લાઈનમાં જવું છે (અથવા અત્યારે સ્ટ્રગલ કરી રહ્યાં છે) તેમના માટે ટોકીઝ: સિનેમા કા સફર એક અલ્ટિમેટ પુસ્તક છે કારણ કે અહીં દિગ્ગજો અને નીવડેલાં સર્જકોના સંઘર્ષ્ા અને તેમાંથી તેમણે મેળવી લીધેલાં માર્ગની વાતો ખરેખર ઉપયોગી થાય તેવી છે.
અનુરાગ કશ્યપ પોતાની સંઘર્ષ્ાની વાત કરીને સમજાવે છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પગ જમાવવો હોય તો મળે તે કામ કરતા રહો કારણકે, કોઈ એમ જ આવીને તમારી ટેલન્ટ પર કરોડો રૂપિયા દાવ પર લગાવવાનું નથી.
ત્રણ-ત્રણ નેશનલ એવૉર્ડ જીતનારાં દિગ્દર્શક મધુર ભંડારકર ત્રિશક્તિ જેવી કોમર્શિયલ ફિલ્મ બનાવ્યા પછી ચાંદની બાર જેવી સાર્થક ફિલ્મો તરફ કેમ વળ્યા તેની વાત કરીને ગાઈડલાઈન દોરી આપે છે કે, ફિલ્મલાઈનમાં આવનારે પોતાના માટેનું બીજું પ્લેટફોર્મ કાયમ તૈયાર રાખવું જોઈએ. નિષ્ફળ થયા પછી એ પ્લેટફોર્મ પર લાઈફ સેટ કરી લેવા માટે
શીખથી માંડીને સમજણ આપતાં આ વિવિધરંગી ઈન્ટરવ્યૂઝમાં તમને દિગ્દર્શકો ઉપરાંત અભિનયના મહારથી જેવા સૌરભ
શુકલા પાસેથી એ પણ જાણવા મળે છે કે, જોલી એલએલબીના જજ તરીકે અભિનય કરતી વખતે તેમણે કઈ ફોર્મ્યુલા
વાપરી હતી.
ઈસ રાત કી સુબહ નહીં (અને તાજેતરમાં દાસ-દેવ ફિલ્મ)જેવી ફિલ્મ બનાવનારાં સુધીર મિશ્રા તમને તમારી ટેલેન્ટને બચ્ચાંઓની જેમ જતન કરવાની ભલામણ કરે છે તો ઉડતા પંજાબ ફેઈમ અભિષ્ોક ચૌબેની વાતચીતમાંથી ભારતની લોકબોલીનો ફિલ્મમાં ઉપયોગની મહત્તા સમજવા જેવી છે.
રોક સ્ટાર ઈમ્તિયાઝ અલી, રાજકુમાર હિરાણી, કબીર ખાન, પૂજા ભટ્ટની વાતો સમજણની એક નવી બારી ખોલી આપે છે. એક્ઝિટ લેતી વખતે રાજકુમાર હિરાણી કેમ રહેશે?
સંજુબાબાની બાયોગ્રાફી બનાવી રહેલાં રાજકુમાર હિરાણી કહે છે: સંજયદતે કલિયરલી એક વાત કહી છે કે, આ ફિલ્મ તેમને ગ્લોરીફાય કરવા માટે ન બનવી જોઈએ. કહાણી જેવી છે તેવી જ રીતે કહેવાવી જોઈએ. તેની ખરાબીઓ, તેની અચ્છાઈયાં જેવી છે તેવી જ રીતે પેશ કરવામાં આવે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular