થપ્પડ કાંડ બાદ ક્રિસને ઓસ્કર એવોર્ડ હોસ્ટ કરવાની ઓફર ઠુકરાવી

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

94મા ઓસ્કર એવોર્ડ સેરેમનીમાં થપ્પડ કાંડ બાદ ક્રિસ રોક ચર્ચામાં છે ત્યારે આગામી વર્ષે થનારા ઓસ્કરમાં તેણે શો હોસ્ટ કરવાનો ઈમકાર કર્યો છે. નોંધનીય છે કે ક્રિસે વિલ સ્મિથની પત્નીની ટાલની બીમારી અંગે મજાક કરી હતી. આ વાત સાંભળીને પત્નીની સાથે બેઠેલા વિલે સ્ટેજ પર જઈને ક્રિસને જોરદાર તમાચો માર્યો હતો. આ જ કારણે તેણે આગામી ઓસ્કર એવોર્ડ્સને હોસ્ટ કરવાની ના પાડી દીધી હતી. જોકે, પછી વિલે ક્રિસની માફી માગી હતી.

બીજીવાર માફી માગતી વિલે કહ્યું હતું, ‘ઓસ્કર ઇવેન્ટમાં હું મારું માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો. ખબર નહીં હું શું વિચારતો હતો. મેં ક્રિસનો નંબર લીધો અને તેની સાથે વાત કરવા માટે મેસેજ કર્યો હતો. જોકે, તે હજી પણ વાત કરવા તૈયાર નથી. ક્રિસ હું તારી માફી માગું છું. મને ખ્યાલ છે કે મારું વર્તન ક્યારેય સ્વીકાર્ય નહોતું. તને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે વાત કરજે.’

એકેડમી મોશન ઑફ પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સે વિલ સ્મિથ પર બૅન લગાવ્યો છે. તે આગામી 10 વર્ષ સુધી ઓસ્કરના કોઈ પણ કાર્યક્રમાં હાજરી આપી શકશે નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.