Homeઈન્ટરવલજીવન રસથાળ જેવું બનાવવા કહે છે ચોવક

જીવન રસથાળ જેવું બનાવવા કહે છે ચોવક

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

કહેવાય તો એમ છે કે, ભૂખ્યા પેટે ભક્તિ ન થાય. ચોવક પણ કહે છે કે : “પેલી પૂજા પેટજી, પૉય પૂજા ડેવજી શબ્દાર્થ અને ભાવાર્થ એક સમાન છેકે,‘પહેલાં પૂટ પૂજા, પછી જ દેવ પૂજા’! પણ જે રીતે આ ચોવકનો લોકભાષામાં ઉપયોગ કરવામાં આવે છે. તે મતલબનો તેનો ગર્ભિત અર્થ નથી! અહીં પેટ એટલે માત્ર પોતાનું પેટ નહીં, અને વધુ ઊંડા ઉતરીએ તો ‘પેટ ભરવાની’ તો વાત જ નથી! દેવ પૂજા કરવા માટેની ક્ષમતા અને લાયકાત હોવાની વાત છે! બીજી એક ચોવક જે આ ગર્ભિત અર્થને સ્પર્શે છે તે આ રહી: “ભિસ્મીલાજી ભરકત તેં કે હીલો નિકાં હરકત ભરકત અને હરકત શબ્દો ગુજરાતીમાં પણ પ્રચલિત છે. એ સિવાય ચોવકમાં વપરાયેલા બે કચ્છી શબ્દો ‘હીલો’ એટલે આંચ અને ‘નિકાં’ એટલે ‘નહીં’ એવો અર્થ અહીં અભિપ્રેત છે. ચોવકનો અર્થ થાય છે: “જેને ઇશ્ર્વર ભરકત આપે છે તેને, અથવા ઇશ્ર્વરના જેના પર આશીર્વાદ વરસે છે તેને કોઇ આંચ કે અડચણ આવતી નથી.
ઘણા લોકોને બીજાનું બધું જ સારું લાગે. ભલેને પછી એવી જ વસ્તુ પોતાની પાસે હોય! આવું કહેવા માટે “લાડુ નો પ્રયોગ ચોવકમાં કરવામાં આવ્યો છે, લો, વાંચો… “પારકે ભાંણે જો લડૂં વડો! અરે! એક સાથે જ જમવા બેઠા હોય, લાડુ બનાવનારે બધા લાડુ એક સરખા કદના બનાવ્યા હોય. પરંતુ બાજુમાં જમવા બેઠેલાની થાળીમાંનો લાડુ મોટા કદનો લાગે છે! ચોવકનો શબ્દાર્થ છે: પારકે ભાણે લાડુ મોટો. ગુજરાતી ભાષામાં પણ એવા અર્થની કહેવત પ્રચલિત છે કે “પારકે રોટલે જાડી કોર! અહીં રોટલાની કોરનું મહત્ત્વ પણ બતાવવામાં આવ્યું છે. કંઇ રીતે ખબર છે? જાડી કોરના રોટલા ખાવાની મજા આવે! જે રોટલાની કોર જાડી હોય તેનો વચ્ચેનો ભાગ પણ થોડો જાડો જ હોય. અને રોટલો જેટલો જાડો હોય ને તેટલું એ ઘી વધારે ચૂસી લે! ઘીથી તરબતર રોટલો અને સાથે ગોળનો ગાંગડો હોય તો પણ ભોજન “રસથાળ બની જાય. ગર્ભિત અર્થ એવો થઇ શકે કે, જીવનને “રસથાળ સમાન બનાવો! બીજાની દેખાદેખી કર્યા વગર ઇશ્ર્વરે જે આપ્યું છે, તેને અસંતોષની નજરે
ન જોવું!
એવી જ અર્થસૂચક ચોવક પણ છે: “પરાઇ માંનીજી કોર જાડી લગે! લોકોને પોતાની પાસે જે છે, તે નથી ગમતું! બીજા પાસે જે છે, તે બધું જ સારું લાગે છે! વળી, ઘણા લોકો એવા પણ હોય છે, જેને કોઇ તમન્ના જ નથી હોતી! તેમના માટે એક બહુ સરસ ચોવક છે: “ન પોંગ ન ફરઇ, ન ખીર ન બરઇ! ચોવકમાં વપરાયેલો શબ્દ “પોંગ એટલે પોંક અને “ફરઇ એટલે ફળી! ખીર એટલે દૂધ અને બરઇ… પ્રસૂતા ગાય કે ભેંસના પ્રથમ દૂધમાંથી બનતી એક વાનગી! કંઇ નથી જોઇતું! ઇશ્ર્વરે જે આપ્યું એ જ અને એટલું જ બસ છે!
“કર્મની ગત ન્યારી એવું આપણે ગુજરાતી અને હિંદી ભાષામાં વાંચીએ છીએં કે બોલતા પણ હોઇએ છીએં. એજ રીતે કચ્છીમાં કહેવાય છે: “હજાર કર્યો હીલા, પ કરમ વગર કોડી ન મિલે લાખ ધમપછાડા કરો, પણ કર્મની ગત મહાન છે, કપાળે લખ્યું ન હોય તો એક ‘કોડી’ પણ ન મળે! ગુજરાતીમાં કહેવત છે ને કે, “ધાર્યું તો ધરણીધરનું જ થાય! એ જ વાત ચોવક પણ કહે છે: “માડૂ ધારે હિક઼ડી નેં કુદરત કરે બઇ કુદરત પાસે માણસનું કંઇ જ ચાલતું નથી. માણસ ધારે છે
કંઇક અને કુદરત આપે છે કંઇક, અહીં “કંઇક
શબ્દ હકારાત્મક અને નકારાત્મક બન્ને અર્થમાં
પ્રયોજાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular