અમદાવાદ: કચરાના ઢગલામાંથી હાથ, પગ, માથું કપાયેલી હાલતમાં મળી લાશ

આપણું ગુજરાત

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા સોરઠ નગરમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પરંતુ તે મૃતદેહનું ધડ જ હતું. એટલે કે બે હાથ પગ અને માથું મળ્યું ન હતું. એવું માનવામાં આવે છે કે આ હત્યા બે-ત્રણ પહેલા થઈ હતી અને લાશના ટુકડા કર્યા બાદ કચરામાં ફેંકી દેવામાં આવી હતી. આ અંગે વાસણા પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતક અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
એલિસબ્રિજ વિસ્તારમાં કલગી ચાર રસ્તા પાસે માનવ શરીરના બે પગ મળી આવ્યા હતા. એલિસબ્રિજની સાથે વાસણા પોલીસ પણ તપાસ કરી રહી છે. કારણ કે એક પછી એક માનવ અંગો મળી આવતા હત્યારો પોલીસને પડકાર ફેંકતો હોય તેમ લાગી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર 30 થી 40 વર્ષની હશે.
વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાંથી મળેલા માનવ અવશેષોની વૈજ્ઞાનિક તપાસ શરૂ કરવામાં આવી છે. એટલે કે માનવ શરીરના બંને ટુકડાઓનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. તો હકીકત બહાર આવશે કે આ બંને ટુકડા એક જ વ્યક્તિના છે કે અલગ-અલગ વ્યક્તિના છે. મૃતક યુવક કોણ છે તે જાણવા માટે પોલીસે શહેર અને આસપાસના વિસ્તારોમાંથી ગુમ થયેલા યુવકો અને તેના પરિવારજનોને શોધી કાઢવા કામગીરી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોતરાઇ છે.
પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. આ હત્યાનો ભેદ ઉકેલવા બાતમીદારો પણ કામે લાગ્યા છે. પોલીસને હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી. પોલીસે લાશના ફોટા પાડીને ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા છે. ગુમ થયાની ફરિયાદ હોય તો તસવીર બતાવીને તપાસ આગળ વધારી શકાય છે. એવી આશંકા છે કે મૃતદેહને ક્યાંક અન્ય જગ્યાએ મારીને અહીં ફેંકી દેવામાં આવ્યો છે. પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મામલો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.