Homeપુરુષચોકલેટ ખાવી એ માનસિક દુર્બળતા

ચોકલેટ ખાવી એ માનસિક દુર્બળતા

આહારથી આરોગ્ય સુધી-ડૉ. હર્ષા છાડવા

ચોકલેટ એ વિશ્ર્વ પ્રસિદ્ધ ખાદ્યપદાર્થ છે જેને કોઈ પરિચયની જરૂરત નથી. ઘણી સદીઓથી આ જુદા જુદા સ્વરૂપે વપરાય છે. આ કોઈ જરૂરી ખાદ્યપદાર્થ નથી છતાંય આની દીવાનગી ચરમસીમાએ છે, કારણ આનો સ્વાદ માદક અને લાજવાબ છે.
સૌથી પહેલા ચોકલેટ અમેરિકા અને મેક્સિકોએ બનાવી ત્યારે તેઓ તીખા મસાલા નાખીને તીખી ચોકલેટ બનાવતાં ચોકલેટને મીઠી બનાવવાનો શ્રેય યુરોપને જાય છે. આજે આધુનિક સમયમાં લગભગ ઘણા પ્રસંગો અને વાર-તહેવારે ચોકલેટ આદાન-પ્રદાનનું ચલણ વધી ગયું છે, કારણ સ્વાદ માદક છે તે સિવાય આમાં કોઈ પોષક તત્ત્વો નથી. આમાં કોકો પાઉડર દૂધની બનાવટ અને શર્કરા છે, પણ તે ટકતી નથી તેને ટકાવવા કે જુદા જુદા સ્વાદ બનાવવા માટે કે ઠોસ (કડક) બનાવવા માટે ૨૦ થી ૨૫ જેટલા ઈમ્લસીફાયર, સ્ટેબીલાઈઝર, ફૂડ એડીટીવ્સ આલ્કોહોલ, રાઈસિંગ એજન્ટ, પ્રીઝર્વેટીવ્ઝ, કલરિંગ એજન્ટનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે. તેમ જ ટકાવવા માટેના રસાયણો જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આના માટે ડબલ્યુ. એચ.ઓ. (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ પણ ચિંતા દર્શાવી છે.
ચોકલેટ બનાવવા વપરાતા પદાર્થ અને કેમિકલ
કોકો પાઉડર : કોકો પાઉડર બનાવવા કોકો બીન્સને સ્ટ્રેકર પ્રોસેસથી શેકવામાં આવે છે જે ખૂબ જ ઉચ્ચું તાપમાન હોય અને તે કોકો તલની જેમ ઊડવા લાગે. પછી તેને બ્રાઉનિંગ બ્લેક કરવા માટે ટાયરોસીન પ્રોસેસ કરવામાં આવે છે. કોકો પાઉડર બને તેમાં કશી પણ ફૂડ વેલ્યુ નથી. પેટમાં જતાં બધા જ પ્રોટીન (શરીરના પ્રોટીન)ને ભારી કરી દે છે જેથી કૅન્સરના લક્ષણો જન્મે છે.
વનસ્પતિ ઘી (હાઈડ્રોજનેટ વનસ્પતિ ઘી) નકલી ઘી – જે નિકલ ફોરમેટની પ્રોસેસથી બને છે, જેના કારણે મગજની બીમારી, ડાયાબીટિસ, અલ્ઝાઈમર જેવી બીમારી થાય છે.એન્રીચેડ બ્લીચ ફ્લોર (બ્લિચીંગ કરેલો લોટ) ઘણી ચોકલેટમાં નાખવામાં આવે છે. મેડિકલ રીવ્યૂ બોર્ડના મેમ્બર એમ.એસ., આર.ડી., એલ.ડી., મોલી હેમ્લી જે રજિસ્ટર્ડ ડાયટિશ્યન છે. તેમણે કહ્યું આ લોટમાં કોઈ ફાઈબર નથી. વિટામિન કે પ્રોટીન નથી અન્ય કોઈપણ ફૂડ વેલ્યૂ નથી. આને કારણે કબજિયાત, નર્વડેમેજ, હાર્ટએટેક અને સ્ટ્રોક આવવાની સંભાવનાઓ છે.
ઈમલ્સિફાયર : ઊ-૧૨૦ ક્રોચીનલ કારમીક ઍસિડ છે. લાલ કલરનું છે. આને કારણે બાળકમાં હાઈપર એક્ટિવિટી પર અસર થાય છે.
ઊ-૧૩૩ આ રસાયણને કારણે એલર્જી થાય છે.
ઊ-૨૦૨ પોટેશિયમ સોરબેટને કારણે માથુ દુ:ખવું, આંતરડાની એલર્જી થાય છે.
ઊ-૨૨૨ સોડિયમ હાઈડ્રોજન સલ્ફેટ આ રસાયણ પ્રીઝર્વેટીવ તરીકે વપરાય છે. ઘાતક છે. આંતરડાની નબળાઈ, એલર્જી અને આંખમાં બળતરા થાય છે.
ઊ-૩૧૦ પ્રોપલીગેલેટ આનાથી એલર્જી થાય છે.
ઊ-૪૨૦ સોરબીટોલ આનાથી ઝાડા થાય છે.
ઊ-૪૫૦ હીપોહોસપેટ – આ એડીટી રેગ્યુલર, ઈમલ્સિફાયર, રાઈઝિંગ એજન્ટ છે. શરીરનું મેટાબોલીઝમ બગડી જાય છે.
જિલેટિન : આ જેલીંગ એજન્ટ છે જે ચોકલેટ ગમ જેવી બનાવે છે, જે ડુક્કરની ચામડી અને સોફ્ટબોન (નરમ હાડકાંથી) બને છે.
મોડીફાય ફૂડ સ્ટાર્ચ – આ સ્ટેબીલાઈઝર અને બાઈન્ડર છે.
સિન્થેટીક સુગંધ : જેના લીધે ચામડી ખરાબ થાય છે. અસ્થમાની બીમારી લાગુ પડે છે. ચોકલેટમાં અન્ય ઈમલ્સિફાયર ફેટ અને સાકરનો બહુ જ ઊંચા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જેને કારણે શરીરમાં ફેટનું પ્રમાણ વધી જાય છે. ડાયાબિટીસનું જોખમ રહે છે. સ્ત્રીઓમાં થાઈરોઈડની સમસ્યાઓ થાય છે. પ્રોટીન બગડી જતાં વાળની સમસ્યા પેદા થાય છે. ચોકલેટની અન્ય પ્રોડ્ક્ટસ ચોકલેટ સોસ, ચોકલેટ આઈસક્રીમ, ચોકલેટવાળી મીઠાઈઓ, ચોકલેટ સ્પ્રેડ વગેરેમાં રસાયણો તો છે જ. હોમ મેડ ચોકલેટમાં પણ કોકો પાઉડર કેસ્લેબમાં પણ રસાયણો તો ઉપલબ્ધ છે જ. ચોકલેટ ખરીદતા પહેલા તેના પર જણાવેલ પદાર્થો વિશે જાણવું જરૂરી છે. નાનાથી માંડીને મોટા પણ ચોકલેટ દીવાના છે. જાહેરાતોની ભરમાર છે. લોભામણી જાહેરાતોથી સાવધાન રહેવું જોઈએ. ચોકલેટ એ કોઈ જરૂરી ખાદ્ય-પદાર્થ નથી. તેનો વપરાશ જરૂરી છે એવું પણ નથી. આવી ખોટી માનસિકતાથી બચવું જરૂરી છે. ઉ

RELATED ARTICLES

Most Popular