Chennai: સાઉથના લોકપ્રિય અભિનેતા ચિયાન વિક્રમને અચાનક હાર્ટ એટેક આવ્યો હોવાથી ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જોકે, આ અંગે વિક્રમના મેનેજરે આ સમાચારને ખોટા ગણાવીનેે ટ્વિટર પર સ્પષ્ટતા આપી હતી કે વિક્રમને છાતીમાં થોડો દુખાવો હતો. તેને હાર્ટએટેક આવ્યો નહોતો, તેથી આવી ખોટી અફવાઓ પર ભરોસો કરવો નહીં. તેને અને તેના પરિવારને પ્રાઈવેસી આપવી જોઈએ. હાલમાં વિક્રમનું સ્વાસ્થ્ય સારું છે અને એકાદ દિવસમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
Official statement from @sooriaruna – #ChiyaanVikram‘s longtime manager.
“He didn’t have a heart attack”
“He’s likely to be discharged from hospital in a day” pic.twitter.com/ox9SoEvem4
— Kaushik LM (@LMKMovieManiac) July 8, 2022
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર હાલમાં તેની તબિયત સ્થિર છે. સાંજે છ વાગ્યે તે ચેન્નઈમાં પોતાની આગામી ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન 1’ ફિલ્મના ટીઝર લોન્ચના કાર્યક્રમમાં સામેલ થવાના હતાં. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.