Homeઆમચી મુંબઈજે દિવસે મારી સામે આવશે એ દિવસે જ... કોને કહ્યું ચિત્રા વાઘે?

જે દિવસે મારી સામે આવશે એ દિવસે જ… કોને કહ્યું ચિત્રા વાઘે?

ભાજપનાં નેતા ચિત્રા વાઘ અને એક્ટ્રેસ ઉર્ફી જાવેદ વચ્ચેનું શાબ્દિક યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે, કારણ કે ચિત્રા વાઘે જ્યાં ઉર્ફી દેખાશે ત્યાં તેને તમાચો મારી દેવાની ધમકી ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચિત્રા વાઘે ઉર્ફી જાવેદના ફેશન સેન્સ વિશે ટિપ્પણી કરી હતી અને પોલીસે તેની ધરપકડ કરવી જોઈએ એવી માગણી કરી હતી.

જેના જવાબમાં ઉર્ફીએ વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તમે તમારું કામ જુઓ. રાજ્યમાં બીજી પણ અનેક સમસ્યાઓ છે તેના પર ધ્યાન આપવાને બદલે મારા કપડાં પર કમેન્ટ કરીને લાઈમ લાઈટમાં આવવાનું રહેવા દો.

જે પ્રકારનું કૃત્ય ચાલી રહ્યું છે એ મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી. આ છત્રપતિ શિવાજી મહારાજનું મહારાષ્ટ્ર છે. સંસ્કૃતિના ગુણગાન ગાનારાઓને આ નગ્નતાનો તમાશો નથી દેખાતો કે એવો સવાલ પણ તેમણે તેમના ટ્વીટમાં કર્યો છે.


મેં પોલીસમાં તો ફરિયાદ કરી જ છે, પણ જે દિવસે એ મારી સામે આવશે એ દિવસે એને માર મારીશ.. પછી જે થવાનું હશે એ હશે. મહારાષ્ટ્રમાં આ પ્રકારની હરકત અમે લોકો જરા પણ નહીં ચલાવી લઈએ. ચિત્રા વાઘે મુંબઈ પોલીસને ઉર્ફીનો વીડિયો આપીને તેના વિરુધ ફરિયાદ નોંધાવીને ધરપકડ કરવાની માગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular