Homeધર્મતેજભગવદ્ ગીતા એ કૃષ્ણનું પરમ ગીત છે, આચરી શકો તો જિંદગીની પરમ...

ભગવદ્ ગીતા એ કૃષ્ણનું પરમ ગીત છે, આચરી શકો તો જિંદગીની પરમ જીત છે!

ચિંતન – મુકેશ પંડ્યા

તમારાં સંતાનોને ગીતાનો મર્મ અચૂક સમજાવજો

ત્રણ તારીખને શનિવારે ગીતા જયંતી હતી, આજે જે રીતે ગુનાખોરી અને હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. માત્ર આવેશમાં આવી જઈને જ નહી પણ લોકો ઠંડે કલેજે પણ જે રીતે અન્યોની નિર્મમ હત્યા કરી રહ્યા છે ત્યારે કર્મના ફળને અનોખા અંદાજમાં સમજાવતી ગીતા વિદ્યાર્થીઓને શાળાકીય જીવન દરમ્યાન જ શીખવવાની અસંખ્ય લોકોની માગણીને ન્યાય આપવો જોઈએ એવું લાગે છે. ગીતા ફક્ત તત્વજ્ઞાન છે. તે કોઈ એક ધર્મની નથી. આ જ્ઞાાન આજના સંજોગોમાં આપવુ અત્યંત જરૂરી છે. ભગવદ ગીતા દરેક ભાષામાં ઉપલબ્ધ છે. તમારાં સંતાનો જે ભાષા વાંચી શકતા હોય તે ભાષામાં ઉપલબ્ધ કરાવો. પરંતુ યુવાવસ્થામાં જ એક વાર વાંચી લે તેવો પ્રયત્ન કરજો. આ પુસ્તક વૃદ્ધાવસ્થામાં ધર્મ તરફ વળશું ત્યારે વાંચીશું તેવો ખ્યાલ મનમાં બિલકુલ નહીં રાખતા. અરે આ પુસ્તક તો બને એટલું વહેલું વાંચીને યુવાવસ્થામાં જ નિષ્કામ કર્મ તરફ વળવાની એક તક આપે છે. યુવાનો આવા કર્મ તરફ વળશે પછી તેને ધર્મ તરફ વળવાની જરૂર જ નહી પડે કારણ કે નિષ્કામ કર્મયોગ જ તેનો ધર્મ બની જશે
યુવાનોને સતાવતી પાંચે ઇન્દ્રિયોના બળજબરીથી થતા દમનની વાત નથી મારા ભાઈ, ગીતામાં તો હસતા રમતા ઇન્દ્રિયોના નિગ્રહની વાત છે. મનને શક્તિશાળી બનાવવાની વાત છે. આત્માને ઢંઢોળવાની વાત છે. સામાજિક ન્યાયની વાત છે, આંતરિક તેમ જ બાહ્ય દુશ્મનોને કળપૂર્વક હરાવવાની વાત છે.
વહાલા વાચક મિત્રો, તમે તમારાં સંતાનોને શિક્ષણ ઉપરાંત ઇતર પ્રવૃત્તિઓ શીખવાડવા માટે તન, મન અને ધન ખર્ચો છો તો મહિનાના કોઈ એકાદ રવિવારે ગીતાનો મર્મ સમજાવવા લઇ જાવ તો કેવું સારું? ફ્રાન્સના સત્તરમી સદીના રાજાએ શુ કર્યું તેનો ઇતિહાસ આપણને ભણાવવામાં આવે છે પરંતુ બંધુ ભગિનીઓ ભારતના મહાન રાજા અને અવતારી પુરુષ કૃષ્ણ ભગવાને અર્જુનને જે જીવનનું તત્ત્વ શીખવાડ્યું છે, સત્ત્વ શીખવાડ્યું છે તે આપણે આપણા પુત્ર-પુત્રીઓને પૌત્ર પૌત્રીઓને શીખવાડી નથી શકતા એ ખરેખર આપણી કમનસીબી છે.
વેદનું તારણ છે ગીતા,
શંકાનું મારણ છે ગીતા!
સહુમાં રહેલા આત્માની સોગંદ,
જિંદગીનું એક કારણ છે ગીતા !
કૃષ્ણનું ગાન છે ગીતા,
અબૂધનું જ્ઞાન છે ગીતા,
ગ્રસી લો કર્ણમાં એને કે
સત્યનું ભાન છે ગીતા !
કર્મનું ફળ છે ગીતા
ગંગાનું જળ છે ગીતા
મુક્તિ તરફ લઈ જતી
ચેતનાનું
બળ છે ગીતા ! ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular