પડોશી દેશ ચીનની મુશ્કેલીઓનો કોઈ અંત નથી દેખાઈ રહ્યો, પહેલાં કોરોના વાયરસ ત્યાર બાદ ફ્લુનો વધતો જતો ઉપદ્રવ અને હવે નવી મુસીબત આવી પડી છે. આવો જાણીએ શું છે આ નવી મુસીબત… હાલમાં જ ચીનમાં કીડાના વરસાદનો એક હેરાન કરનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, ચીનના લિયોનિંગ પ્રાંતમાં કીડાનો વરસાદ થયો છે અને આ વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં બસ રસ્તા કે કાર પર કીડાનો ઢગલો જોવા મળી રહ્યો છે.
આકાશમાંથી વરસાદ થવો સામાન્ય વાત છે, પરંતુ ક્યારેય તમે આકાશમાં કીડાનો વરસાદ પડતો જોયો છે? સાંભળવામાં આ ભલે વિચિત્ર લાગતું હોય, પરંતુ આવું બન્યું છે અને એ પણ ચીન (China)માં. આ કીડાના વરસાદનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ચીનના લિયોનિંગ પ્રાંતમાં કીડાનો વરસાદ થયો હતો અને ત્યાર બાદ રસ્તા અને કાર અપ્ર કીડાઓના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. સાઈન્સ જર્નલ મધર્સ નેચર અનુસાર, આ કીડા એક ચક્રવાતથી આવે છે અને ચક્રવાતમાં ફસાયેલા રહે છે અને થોડા સમય બાદ ધરતી પર વરસી પડે છે. જોકે અહીંના સ્થાનિક લોકો માટે આ અનુભવ ખતરનાક સાબિત થયો હતો.
WATCH 🚨 China citizens told to find shelter after it looked like it started to rain worms pic.twitter.com/otVkuYDwlK
— Insider Paper (@TheInsiderPaper) March 10, 2023